A

Ahmedabad Civil Organ Donation

અમદાવાદ સિવિલમાં 241મું ગુપ્ત અંગદાન: ઉત્તર ગુજરાતની બ્રેઇનડેડ મહિલાના અંગોથી 3 દર્દીને મળ્યું નવું જીવનદાન

અમદાવાદ સિવિલમાં 241મું ગુપ્ત અંગદાન: ઉત્તર ગુજરાતની બ્રેઇનડેડ મહિલાના અંગોથી 3 દર્દીને મળ્યું નવું જીવનદાન

અમદાવાદ: અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં માનવતાનું વધુ એક ઉત્તમ ઉદાહરણ સામે આવ્યું છે. ઉત્તર ગુજરાતની 31 વર્ષીય બ્રેઇનડેડ મહિલાના પરિવારે દુઃખની ઘડીમાં પણ મોટું દિલ રાખીને ગુપ્ત રીતે અંગદાન કરવાનો નિર્ણય લીધો હતો. આ ઉમદા નિર્ણયના કારણે ત્રણ ગંભીર દર્દીઓને નવું જીવન મળવાની આશા જાગી છે. સિવિલ હોસ્પિટલના મેડિકલ સુપ્રિન્ટેન્ડેન્ટ ડૉ. રાકેશ જોષીએ જણાવ્યું હતું કે, "કહેવાય છે કે ‘ગુપ્તદાન’ એ સૌથી મોટું દાન છે, અને જ્યારે આ દાન કોઈની જિંદગી બચાવવા માટે થાય ત્યારે તે ઈશ્વરીય કાર્ય બની જાય છે."

Rupin Bakraniya