ભારતીય ક્રિકેટ ટીમને અફઘાનિસ્તાન સામેની આવનારી ત્રણ મેચોની વનડે સિરીઝ પહેલા મોટો ફટકો લાગ્યો છે. ટીમ ઈન્ડિયાના સ્ટાર બેટ્સમેન અને પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી હેમસ્ટ્રિંગ ઈજાના કારણે સમગ્ર સિરીઝમાંથી બહાર થઈ ગયા છે. 37 વર્ષીય કોહલીએ ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2026માં બેટથી શાનદાર પ્રદર્શન કર્યું હતું.