T20 World Cup 2026 Match Fixing: T20 વર્લ્ડ કપ 2026 ભારત અને શ્રીલંકાની યજમાની હેઠળ રમાયો હતો. આ ટુર્નામેન્ટની ફાઇનલમાં ભારતે ન્યુઝીલેન્ડને હરાવ્યું અને ત્રીજી વખત ટાઇટલ જીત્યું. આ ટુર્નામેન્ટ સમાપ્ત થયાને એક મહિનાથી વધુ સમય વીતી ગયો છે, પરંતુ હવે આ ટુર્નામેન્ટ સાથે જોડાયેલા એક ચોંકાવનારા સમાચાર પ્રકાશમાં આવ્યા છે. ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) ના એન્ટી-કરપ્શન યુનિટે (ACU) એ T20 વર્લ્ડ કપ 2026 ની એક મેચની તપાસ શરૂ કરી છે. મેચ ફિક્સિંગની શંકા વ્યક્ત કરવામાં આવી છે.