Jamnagar: ઝારખંડમાં શાંતિપૂર્ણ પ્રદર્શન કરી રહેલા વિદ્યાર્થીઓ પર પોલીસ દ્વારા લાઠીચાર્જ કરવામાં આવ્યો હોવાના વિરોધમાં જામનગરમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP) દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ડી.કે.વી. સર્કલ ખાતે ABVPના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ એકત્રિત થયા હતા અને ઝારખંડ પોલીસની કાર્યવાહી સામે વિરોધ નોંધાવ્યો હતો.