8મું પગાર પંચ અંગે સરકાર એક્શન મોડમાં! કેન્દ્રીય કર્મચારીઓ માટે જાહેર કર્યો મોટો પ્લાન
8th Pay Commission latest: આઠમા પગાર પંચે કેન્દ્રીય કર્મચારીઓ માટે એક મોટી અપડેટ આપી છે. વાસ્તવમાં, 8મા કેન્દ્રીય પગાર પંચે તેની વેબસાઇટ પર આગામી બેઠકો વિશે માહિતી આપતી એક સૂચના બહાર પાડી છે. પગાર પંચ અનુસાર, 28 એપ્રિલથી 30 એપ્રિલ, 2026 દરમિયાન દિલ્હીમાં યોજાનારી બેઠકોમાં હાજરી આપવા અને કમિશન સાથે વાતચીત કરવા માટે મોટી સંખ્યામાં વિનંતીઓ મળી છે. જોકે, મર્યાદિત સમય અને વ્યસ્ત સમયપત્રકને કારણે, બધી વિનંતીઓ પૂર્ણ કરવી શક્ય નથી.
Rupin Bakraniya