
Jamnagar: ૮૦મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી દરમિયાન જામનગરમાં દેશભક્તિ સાથે હેરિટેજ અને જૂની યાદોનો અનોખો સંગમ જોવા મળ્યો હતો. શહેરના મુખ્ય માર્ગો પર 1946થી 1980ના સમયગાળાની વિન્ટેજ કારોની રેલી નીકળી હતી. તિરંગાથી શણગારેલી દાયકાઓ જૂની કારોએ નગરજનોનું ખાસ ધ્યાન ખેંચ્યું હતું.

Jamnagar: ૮૦મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી સમગ્ર જામનગરમાં દેશભક્તિના માહોલ વચ્ચે કરવામાં આવી હતી. આ દરમિયાન શહેરની રતનબાઈ મસ્જિદ ખાતે પણ ધ્વજવંદન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. મસ્જિદ પરિસરમાં રાષ્ટ્રધ્વજને સલામી આપી સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી હતી.

Independence Day 2026: દેશના 80મા સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે જૂનાગઢ મહાનગરપાલિકા કચેરીના પરિસરમાં શુક્રવારે ભવ્ય ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો હતો. સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી દરમિયાન સમગ્ર પાલિકા પરિસર દેશભક્તિના રંગે રંગાયું હતું. ચૂંટાયેલા હોદ્દેદારો, અધિકારીઓ, કર્મચારીઓ, વિદ્યાર્થીઓ અને મોટી સંખ્યામાં નાગરિકોએ કાર્યક્રમમાં હાજરી આપી હતી.

Amreli: 80 મા સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ઉજવણીની પૂર્વ સંધ્યાએ અમરેલીમાં દેશભક્તિ અને સંસ્કૃતિનો અનોખો સંગમ જોવા મળ્યો. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ‘અમૃત ગાથા અમરેલી’ નામનો ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં ૨૦૦થી વધુ કલાકારોએ વિવિધ સાંસ્કૃતિક પ્રસ્તુતિઓ રજૂ કરી હતી.