IndiGo Flight Engine Failure: એર ઇન્ડિયાની ફ્લાઇટમાં ટર્બ્યુલન્સની ઘટના બાદ હવે કોલકાતાથી ચેન્નાઈ આવી રહેલી IndiGoની 6E-723 ફ્લાઇટનું લેન્ડિંગ પહેલાં ડાબું એન્જિન ફેલ થવાની ઘટના સામે આવી છે. ફ્લાઇટમાં આશરે 224 મુસાફરો અને ક્રૂ મેમ્બર્સ સવાર હતા. મળતી માહિતી મુજબ, IndiGoની 6E-723 ફ્લાઇટ કોલકાતાથી ચેન્નાઈ આવી રહી હતી. રાત્રે આશરે સાડા 11 વાગ્યે લેન્ડિંગ પહેલાં વિમાનમાં અચાનક ખામી સર્જાઈ હતી....