ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે આજે બ્રિસ્ટલના કાઉન્ટી ગ્રાઉન્ડ ખાતે પાંચ મેચની ટી20 શ્રેણીની ચોથી મેચ રમાશે. શ્રેણીમાં ટકી રહેવા માટે ભારતીય ટીમ માટે આ મુકાબલો અત્યંત મહત્વનો બની ગયો છે. એક તરફ ટીમ ઈન્ડિયા જીત સાથે જોરદાર વાપસી કરવાનો પ્રયાસ કરશે, તો બીજી તરફ ઇંગ્લેન્ડની નજર શ્રેણી પર કબજો જમાવવા પર રહેશે.