Amreli: 80 મા સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ઉજવણીની પૂર્વ સંધ્યાએ અમરેલીમાં દેશભક્તિ અને સંસ્કૃતિનો અનોખો સંગમ જોવા મળ્યો. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ‘અમૃત ગાથા અમરેલી’ નામનો ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં ૨૦૦થી વધુ કલાકારોએ વિવિધ સાંસ્કૃતિક પ્રસ્તુતિઓ રજૂ કરી હતી.