
Gujarat Governor Independence Day 2026: દેશના 80મા સ્વતંત્રતા પર્વ નિમિત્તે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ગાંધીનગર સ્થિત લોકભવન ખાતે દેશભક્તિસભર વાતાવરણમાં ધ્વજારોહણ કર્યું હતું. આ પ્રસંગે રાજ્યપાલે દેશની આઝાદી માટે પોતાના પ્રાણોનું બલિદાન આપનારા અમર શહીદો અને સ્વતંત્રતા સેનાનીઓને શ્રદ્ધાપૂર્વક નમન કર્યું હતું. અમર શહીદોના બલિદાનને કર્યા યાદ ધ્વજારોહણ બાદ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે દેશની સ્વતંત્રતા અને અખંડિતતા માટે સર્વસ્વ અર્પણ કરનારા...

PM Modi Independence Day Speech 2026 : દેશના 80મા સ્વતંત્રતા દિવસ નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લાની પ્રાચીર પરથી દેશને સંબોધિત કર્યું. પોતાના સંબોધનમાં તેમણે છેલ્લા 10થી 12 વર્ષ દરમિયાન ભારતે વિવિધ ક્ષેત્રોમાં કરેલી પ્રગતિનો ઉલ્લેખ કર્યો હતો. સાથે જ કોરોના મહામારી, યુદ્ધ અને વૈશ્વિક સંકટો દરમિયાન દેશે કેવી રીતે પડકારોનો સામનો કર્યો તેની પણ વાત કરી હતી. ‘કેટલાક લોકોને...

PM Modi Independence Day Speech: સ્વતંત્રતા દિવસ 2026ના અવસરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લાની પ્રાચીર પરથી દેશને સંબોધિત કરતી વખતે નક્સલવાદ અને માઓવાદના પડકારનો ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું કે હિંસક નક્સલવાદ સામેની લાંબી લડાઈ હવે નિર્ણાયક તબક્કામાં પહોંચી છે, પરંતુ દેશ સામે એક અલગ પ્રકારનો પડકાર પણ ઊભો થઈ શકે છે, જેને તેમણે ‘દિમાગી નક્સલ’ તરીકે સંબોધ્યો. ‘દિમાગી નક્સલ’ અંગે...

Indian Flag History: આપણે જ્યારે પણ તિરંગો જોઈએ છીએ ત્યારે મનમાં દેશભક્તિ અને ગૌરવની લાગણી જાગે છે. આજે ભારતનો રાષ્ટ્રધ્વજ કેસરિયા, સફેદ અને લીલા રંગની ત્રણ પટ્ટીઓ તથા વચ્ચે 24 આરાવાળા અશોક ચક્ર સાથે ઓળખાય છે. પરંતુ શું તમે જાણો છો કે આજના તિરંગા સુધી પહોંચતા પહેલાં ભારતના ધ્વજના સ્વરૂપમાં અનેક મહત્વપૂર્ણ ફેરફારો થયા હતા? ભારતના રાષ્ટ્રધ્વજની સફર સ્વતંત્રતા આંદોલન...

Red Fort Security: 15 ઓગસ્ટના સ્વતંત્રતા દિવસ સમારોહને લઈને દિલ્હીના લાલ કિલ્લા અને આસપાસના વિસ્તારોમાં સુરક્ષા વ્યવસ્થા વધુ કડક બનાવવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી લાલ કિલ્લાની પ્રાચીર પરથી રાષ્ટ્રધ્વજ ફરકાવી દેશને સંબોધિત કરશે, ત્યારે કોઈપણ પ્રકારની સુરક્ષા ખામી ન રહે તે માટે દિલ્હી પોલીસે મલ્ટી-લેવલ સુરક્ષા વ્યવસ્થા અમલમાં મૂકી છે. મલ્ટી-લેવલ એન્ટી-ટેરર સુરક્ષા વ્યવસ્થા વરિષ્ઠ પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર,...

દેશના 80મા સ્વતંત્રતા દિવસની ઉજવણીના ઉપલક્ષ્યમાં ભુજના ટાઉન હોલ ખાતે 9 ઓગસ્ટ 2026ના રોજ દક્ષિણ પશ્ચિમી એર કમાન્ડ (SWAC)ની ભારતીય વાયુસેના બેન્ડ ટીમ દ્વારા ભવ્ય સંગીતમય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. દેશભક્તિ, સંગીત અને રાષ્ટ્રીય ગૌરવના રંગે રંગાયેલા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.

Har Ghar Tiranga Gujarat 2026: રાજ્ય સરકાર દ્વારા સ્વતંત્રતા દિવસની ઉજવણીના ભાગરૂપે 'વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ' અને 'હર ઘર તિરંગા' અભિયાન-2026ની રાજ્યવ્યાપી ઉજવણી કરવામાં આવશે. આ અંગે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પત્રકાર પરિષદમાં માહિતી આપી હતી. તેમણે જણાવ્યું કે રાજ્યભરમાં દેશભક્તિનો માહોલ સર્જવા માટે 70 લાખથી વધુ તિરંગા ફરકાવવાનો કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો છે. અભિયાનમાં સામાજિક સંસ્થાઓ, યુનિવર્સિટીઓ, શાળાઓ તેમજ...