MD Drug Network in Vapi: વલસાડ જિલ્લાના વાપી વિસ્તારમાં ગુજરાત ATS અને વલસાડ SOGએ સંયુક્ત કાર્યવાહી કરીને મોટા ડ્રગ્સ રેકેટનો પર્દાફાશ કર્યો છે. કુંતા ગામ પાસે આવેલા એક ગોડાઉનમાં દરોડા દરમિયાન લાખો રૂપિયાની કિંમતનું મેફેડ્રોન (MD) ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ, ગુપ્ત માહિતીના આધારે ટીમે ગોડાઉન પર નજર રાખી કાર્યવાહી હાથ ધરી હતી....