અમદાવાદ: આનંદનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં મહિલાને ધમકાવી દુષ્કર્મ આચર્યાની ફરિયાદના કેસમાં પોલીસે આરોપી સિક્યુરિટી ગાર્ડ ધરમસિંહને ઝડપી પાડ્યો છે. સ્થાનિક પોલીસ, એલસીબી અને ક્રાઈમ બ્રાન્ચ સહિતની 10થી વધુ ટીમોએ બાતમીના આધારે આરોપીને ઝડપી પાડ્યો હોવાનું જાણવા મળ્યું છે.