Dabhoi: નાંદોદી ભાગોળ પાસે આવેલા સુપ્રસિદ્ધ અને પૌરાણિક પંચેશ્વર મહાદેવ મંદિર ખાતે ભક્તિસભર વાતાવરણ વચ્ચે 14મા પાટોત્સવ અને હોમાત્મક મહાયજ્ઞનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. મંદિરના જીર્ણોદ્ધારને 75 વર્ષ પૂર્ણ થવાના પ્રસંગે તેમજ પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે આ ધાર્મિક કાર્યક્રમ યોજાયો હતો.