Ahmedabad Rural: બગોદરા હાઈવે પર દારૂની મોટી હેરાફેરીનો પર્દાફાશ, ₹41.94 લાખનો મુદ્દામાલ ઝડપાયો
Ahmedabad Rural: અમદાવાદ ગ્રામ્યના બગોદરા હાઈવે પરથી વિદેશી દારૂની મોટી હેરાફેરીનો પર્દાફાશ થયો છે. બગોદરા પોલીસે ટોલટેક્સ નજીક વાહન ચેકિંગ દરમિયાન બાતમીના આધારે ઉત્તર પ્રદેશ પાસિંગના ટ્રકને ઝડપી પાડ્યો હતો. ટ્રકની તલાશી લેતા તેમાંથી 7,164 બોટલ વિદેશી દારૂ મળી આવ્યો હતો. પોલીસે દારૂ, ટ્રક અને મોબાઈલ સહિત કુલ ₹41.94 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે.
Rahul Desai