Aravalli: માલપુર તાલુકાના સાલમબાપુના પહાડિયા ગામે જંગલ વિસ્તારમાં કરવામાં આવેલી ફેન્સિંગ તારની વાડમાં દીપડો ફસાઈ જતાં ગ્રામજનોમાં ચિંતા ફેલાઈ હતી. દીપડો ફસાયો હોવાની જાણ ગ્રામજનોએ વન વિભાગને કરી હતી. જાણ થતાં વન વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને દીપડાને સુરક્ષિત રીતે બહાર કાઢવા માટે રેસ્ક્યૂ કામગીરી હાથ ધરવામાં આવી હતી.