Jamnagar: ૮૦મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી દરમિયાન જામનગરમાં દેશભક્તિ સાથે હેરિટેજ અને જૂની યાદોનો અનોખો સંગમ જોવા મળ્યો હતો. શહેરના મુખ્ય માર્ગો પર 1946થી 1980ના સમયગાળાની વિન્ટેજ કારોની રેલી નીકળી હતી. તિરંગાથી શણગારેલી દાયકાઓ જૂની કારોએ નગરજનોનું ખાસ ધ્યાન ખેંચ્યું હતું.