Junagadh: જિલ્લા કક્ષાની તરણ સ્પર્ધા યોજાઈ, 2016માં જન્મેલા વિદ્યાર્થીઓ રિજેક્ટ થતાં ઉઠ્યા સવાલો
Junagadh: જૂનાગઢ શહેરમાં સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત અને જિલ્લા રમતગમત વિભાગ, જૂનાગઢ દ્વારા જિલ્લાની શાળાઓના વિદ્યાર્થીઓ માટે જિલ્લા કક્ષાની તરણ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્પર્ધામાં જૂનાગઢ શહેર અને જિલ્લાના વિવિધ વિસ્તારોમાંથી અનેક વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. સ્પર્ધામાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમાંક મેળવનારા ખેલાડીઓ રાજ્ય કક્ષાની સ્પર્ધામાં જૂનાગઢ જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે.
Rahul Desai