Aravalli: ભિલોડા તાલુકાના માજી સૈનિકોએ ખેતીની જમીન અને રહેણાંક પ્લોટની માંગ સાથે મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર આપ્યું છે. દેશની સેવા કર્યા બાદ પણ લાંબા સમયથી જમીન અને રહેણાંક પ્લોટની માંગ સંતોષાઈ ન હોવાનો આક્ષેપ કરી માજી સૈનિકોએ સરકાર સમક્ષ ન્યાયની માંગ કરી છે.