ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે સત્તા પક્ષ અને વિપક્ષના જનપ્રતિનિધિઓને જનહિત સાથે જોડાયેલા દરેક મુદ્દાને વિધાનસભા અને વિધાન પરિષદમાં ગંભીરતાથી રજૂ કરવા અપીલ કરી છે. તેમણે કહ્યું કે જનપ્રતિનિધિઓએ સ્વસ્થ ચર્ચા દ્વારા રાજ્યના વિકાસને વધુ ગતિ આપવામાં સરકારને સહયોગ આપવો જોઈએ. CM યોગીએ વિપક્ષી દળોને ગૃહની કાર્યવાહી સરળતાથી ચાલે તે માટે સહકાર આપવા પણ અપીલ કરી.