જૂનાગઢની કોર્ટે બે અલગ અલગ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદા આપ્યા છે. ફરજમાં રુકાવટના કેસમાં શહેરના પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટ પટેલને કોર્ટે એક વર્ષની જેલની સજા ફટકારી છે. જ્યારે શહેરમાં ચર્ચામાં રહેલા થપ્પડકાંડના કેસમાં આરોપી દિલાવર ધંધુકિયાને બે વર્ષની જેલની સજા સંભળાવવામાં આવી છે.