Bhavnagar: પરંપરાગત પાક છોડીને કંટોલાની ખેતી કરી, તળાજાના ખેડૂતે મેળવ્યું સારું વળતર
Bhavnagar: ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના બાબરીયાત ગામના પ્રગતિશીલ ખેડૂત બુધેશભાઈ મકવાણાએ પરંપરાગત ખેતીથી આગળ વધીને નવીન પાકની ખેતી અપનાવી છે. અગાઉ તેઓ કપાસ, સોયાબીન અને મગફળી જેવા પરંપરાગત પાકોનું વાવેતર કરતા હતા. જોકે, અપેક્ષિત વળતર ન મળતાં તેમણે સોશિયલ મીડિયા મારફતે કંટોલાની ખેતી અંગે માહિતી મેળવી અને આ વર્ષે એક વીઘા જમીનમાં કંટોલાનું વાવેતર કર્યું.
Rahul Desai