Bhavnagar: સામાન્ય રીતે કેસરની ખેતીનું નામ આવે એટલે સૌપ્રથમ કાશ્મીરનું નામ યાદ આવે. પરંતુ હવે ભાવનગરના નાનકડા ગામમાં એક યુવાને આધુનિક ટેક્નોલોજીની મદદથી પોતાના ગામમાં જ કેસર ઉગાડી નવીન ખેતીનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. ટીમાણા ગામના 21 વર્ષીય જયપાલભાઈ રોહિતભાઈ પંડ્યાએ માત્ર ત્રણ મહિનામાં કેસરની ખેતી કરીને આશરે ₹6 લાખની કમાણી કરી છે.