
આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવમાં ફરી તેજી જોવા મળી રહી છે. હોર્મુઝ જળમાર્ગ ફરી ક્યારે ખુલશે તેને લઈને અનિશ્ચિતતા વચ્ચે બુધવારે બ્રેન્ટ ક્રૂડનો ભાવ પ્રતિ બેરલ 90 ડોલરની નજીક પહોંચ્યો છે. ઉપલબ્ધ માહિતી મુજબ બ્રેન્ટ ક્રૂડ ફ્યુચર્સમાં 0.57 ટકાનો વધારો નોંધાયો હતો અને ભાવ 89.47 ડોલર પ્રતિ બેરલ સુધી પહોંચ્યો હતો.

Petrol Diesel Price Hike: દેશભરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ સતત વધી રહ્યા છે. હવે સીએનજીના ભાવમાં પણ પ્રતિ કિલો 1 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. ગઈકાલ સુધી સીએનજીનો દર 80.09 રૂપિયા હતો, જે હવે વધીને 81.09 રૂપિયા થઈ ગયો છે. દરમિયાન, સરકારી તેલ કંપનીઓએ પેટ્રોલના ભાવમાં પ્રતિ લિટર 87 પૈસા અને ડીઝલના ભાવમાં પ્રતિ લિટર 91 પૈસાનો વધારો કર્યો છે. એકંદરે, છેલ્લા 10 દિવસમાં ભાવમાં આશરે 5 રૂપિયા પ્રતિ લિટરનો વધારો થયો છે.

Petrol Diesel Price: મિડલ ઇસ્ટમાં ઈરાન અને અમેરિકા વચ્ચે વધતા તણાવને કારણે વૈશ્વિક સ્તરે કાચા તેલના ભાવ આસમાને પહોંચ્યા છે. આ સ્થિતિની સીધી અસર હવે ભારતીય ગ્રાહકોના ખિસ્સા પર પડવાની શક્યતા છે. એપ્રિલ 2022 થી ભારતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ સ્થિર છે, પરંતુ હવે તેલ કંપનીઓએ ભાવ વધારવા માટે સરકાર સાથે મંત્રણા શરૂ કરી છે. અમેરિકાએ હોર્મુઝ સ્ટ્રેટ પર નાકાબંધી...