સરકારી ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા ઇચ્છુક યુવાનો માટે સારા સમાચાર છે. ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ (IOCL) દ્વારા દેશભરના વિવિધ એકમોમાં કુલ 1,450 એપ્રેન્ટિસ પદો માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે. લાયક અને રસ ધરાવતા ઉમેદવારો 12 ઓગસ્ટ સુધી ઓનલાઈન અરજી કરી શકશે.