આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવમાં ફરી તેજી જોવા મળી રહી છે. હોર્મુઝ જળમાર્ગ ફરી ક્યારે ખુલશે તેને લઈને અનિશ્ચિતતા વચ્ચે બુધવારે બ્રેન્ટ ક્રૂડનો ભાવ પ્રતિ બેરલ 90 ડોલરની નજીક પહોંચ્યો છે. ઉપલબ્ધ માહિતી મુજબ બ્રેન્ટ ક્રૂડ ફ્યુચર્સમાં 0.57 ટકાનો વધારો નોંધાયો હતો અને ભાવ 89.47 ડોલર પ્રતિ બેરલ સુધી પહોંચ્યો હતો.