Junagadh: જૂનાગઢ મહાનગરપાલિકાના વહીવટી તંત્રમાં કાયમી કર્મચારીઓની અછતનો મુદ્દો જનરલ બોર્ડની બેઠકમાં ઉઠ્યો છે. વિરોધ પક્ષના નેતાએ આક્ષેપ કર્યો છે કે મહાનગરપાલિકાનું મોટાભાગનું કામ હાલ કોન્ટ્રાક્ટ અને આઉટસોર્સિંગના કર્મચારીઓના સહારે ચાલી રહ્યું છે. રજૂ કરાયેલી વિગતો મુજબ, કોર્પોરેશનમાં મંજૂર મહેકમ સામે મોટી સંખ્યામાં જગ્યાઓ ખાલી છે.