Bharuch: પાવરગ્રીડ લાઇન માટે થઈ રહેલા જમીન સંપાદનના વિરોધમાં ખેડૂતો ફરી એકવાર આંદોલનના માર્ગે ઉતર્યા છે. અંકલેશ્વર અને હાંસોટ પંથકના ખેડૂતો દ્વારા વિશાળ ટ્રેક્ટર રેલી યોજવામાં આવી હતી. ખેડૂતો પોતાની પડતર માંગણીઓ અંગે ભરૂચ કલેક્ટરને રજૂઆત કરવા જઈ રહ્યા હતા, તે દરમિયાન પોલીસે રેલીને રોકતાં ખેડૂતો અને પોલીસ વચ્ચે ઘર્ષણની સ્થિતિ સર્જાઈ હતી.