Get News Alerts

Never miss breaking news updates.

Yashasvi Jaiswalને ODI ટીમમાંથી બહાર રાખવા પર રવિચંદ્રન અશ્વિન થયો ગુસ્સે

Yashasvi Jaiswal: BCCIએ શુક્રવારે ન્યુઝીલેન્ડ પ્રવાસ માટે ભારતની વનડે અને ટેસ્ટ ટીમની જાહેરાત કરી હતી. યશસ્વી જયસ્વાલને વનડે ટીમમાં પસંદ કરવામાં આવ્યો ન હતો.
Nancy ShuklaUpdated on: 17 Oct 2026 08:30 PM IST
Yashasvi Jaiswalને ODI ટીમમાંથી બહાર રાખવા પર રવિચંદ્રન અશ્વિન થયો ગુસ્સેYashasvi Jaiswalને ODI ટીમમાંથી બહાર રાખવા પર રવિચંદ્રન અશ્વિન થયો ગુસ્સે

Yashasvi Jaiswal

Yashasvi Jaiswal: ભૂતપૂર્વ ભારતીય સ્પિન દિગ્ગજ રવિચંદ્રન અશ્વિને યશસ્વી જયસ્વાલ અંગે એક મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. યશસ્વી જયસ્વાલને ODI ટીમમાંથી બહાર રાખવાથી તેઓ ખૂબ જ નારાજ છે. શુક્રવારે BCCIએ ન્યુઝીલેન્ડ પ્રવાસ પર ODI અને ટેસ્ટ સિરીઝ માટે ટીમ ઈન્ડિયાની ટીમની જાહેરાત કરી હતી. યશસ્વી જયસ્વાલને ODI ટીમમાં પસંદ કરવામાં આવ્યો ન હતો. અશ્વિન આ નિર્ણયથી ખુશ ન હતો અને તેને યશસ્વી જયસ્વાલને સપોર્ટ કર્યો હતો.

યશસ્વી જયસ્વાલને ન મળ્યું ODI ટીમમાં સ્થાન

રવિચંદ્રન અશ્વિને પોતાની યુટ્યુબ ચેનલ પર કહ્યું કે "જો શુભમન ગિલ છેલ્લી 2 વનડે મેચ રમી રહ્યો નથી, તો યશસ્વી જયસ્વાલને ચોક્કસપણે તેની જગ્યાએ પસંદ કરવામાં આવવો જોઈએ. આ ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે, કારણ કે આનાથી તેનો આત્મવિશ્વાસ તૂટી શકે છે.

હું શુભમન ગિલ અને કેએલ રાહુલની પરિસ્થિતિ સમજી શકું છું, પરંતુ યશસ્વી જયસ્વાલને રમવાની કોઈ તક મળી રહી નથી. મને લાગે છે કે આનાથી તેનો આત્મવિશ્વાસ તૂટી રહ્યો છે. જો તમે તેની બેટિંગ જુઓ તો તે 2-3 વર્ષ પહેલાની જેમ બેટિંગ કરી રહ્યો નથી."

છેલ્લી વનડેમાં સદી ફટકારવા છતાં યશસ્વી જયસ્વાલને ટીમમાંથી બહાર

જૂનમાં અફઘાનિસ્તાન સામેની સિરીઝની છેલ્લી ODIમાં યશસ્વી જયસ્વાલે 86 બોલમાં અણનમ 110 રન બનાવ્યા હતા. વિરાટ કોહલીની ઈજાને કારણે તેને ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો. અશ્વિને કહ્યું કે સિલેક્ટર્સ અને ટીમ મેનેજમેન્ટની જવાબદારી છે કે તે સુનિશ્ચિત કરે કે યુવા ઓપનરને શક્ય હોય ત્યારે તક મળે.

તેમને વધુમાં કહ્યું કે "તે એક રન મશીન હતો. જો તેનો આત્મવિશ્વાસ તૂટી રહ્યો છે, તો ટીમ મેનેજમેન્ટ અને સિલેક્ટર્સ શક્ય હોય ત્યારે તેને તક આપવી જોઈએ. પરંતુ તેને કોઈ તક મળી રહી નથી અને આ ખૂબ જ અન્યાયી છે."

આ પણ વાંચો: Hong Kong Sixes 2026: કૃણાલ પંડ્યાને સોંપવામાં આવી કેપ્ટનશીપ, આ સ્ટાર ખેલાડીને ટીમમાં મળી જગ્યા

AUTHOR
N

Nancy Shukla

Author details are not available.