Get News Alerts

Never miss breaking news updates.

Asian Games 2026 : ટીમ ઈન્ડિયાની સાથે જાપાન પહોંચ્યા 3 ખાસ બોલર, જાણો શું રહેશે જવાબદારી

Asian Games 2026 : નવી દિલ્હીથી ટીમ ઈન્ડિયાની જાપાન યાત્રા શરૂ થઈ ગઈ છે. શ્રેયસ અય્યરની આગેવાની હેઠળની ભારતીય પુરુષ ક્રિકેટ ટીમ એશિયન ગેમ્સ 2026ની તૈયારી માટે જાપાન પહોંચી રહી
Vivek Shah
Vivek ShahUpdated on: 20 Sep 2026 08:41 AM IST
Asian Games 2026 : ટીમ ઈન્ડિયાની સાથે જાપાન પહોંચ્યા 3 ખાસ બોલર, જાણો શું રહેશે જવાબદારીAsian Games 2026 : ટીમ ઈન્ડિયાની સાથે જાપાન પહોંચ્યા 3 ખાસ બોલર, જાણો શું રહેશે જવાબદારી

Asian Games 2026

Asian Games 2026 : ટીમને 22 સપ્ટેમ્બરે યજમાન જાપાન સામે ઐતિહાસિક T20I મેચ રમવાની છે અને ત્યારબાદ 28 સપ્ટેમ્બરથી એશિયન ગેમ્સમાં પોતાના અભિયાનની શરૂઆત કરવાની છે. આ પ્રવાસ દરમિયાન ટીમ ઈન્ડિયા સાથે ત્રણ વધારાના બોલરોને પણ જાપાન લઈ જવામાં આવ્યા છે. જોકે, આ ત્રણેય ભારતીય ટીમની મુખ્ય સ્ક્વોડનો ભાગ નથી. તેમને નેટ બોલર તરીકે ટીમ સાથે જોડવામાં આવ્યા છે, જેથી જાપાનમાં પ્રેક્ટિસ સેશન દરમિયાન મુખ્ય ખેલાડીઓને બોલિંગની પૂરતી પ્રેક્ટિસ મળી શકે.

જાપાન જવા ટીમ ઈન્ડિયાની સાથે 3 બોલરોની પણ પસંદગી

આ ત્રણ બોલરોમાં જમ્મુ-કાશ્મીરના રાસીખ સલામ ડાર, મહારાષ્ટ્રના વિકી ઓસ્ટવાલ અને ઉત્તર પ્રદેશના કાર્તિક ત્યાગી સામેલ છે. પસંદગીકારોએ તેમને જાપાન જતી ટીમ સાથે જોડ્યા છે અને એશિયન ગેમ્સ પહેલાંના પ્રેક્ટિસ સેશનમાં તેમની મહત્વની ભૂમિકા રહેશે.

જાપાન પહોંચ્યા બાદ ભારતીય ટીમ 21 સપ્ટેમ્બરે સાનો ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં પ્રેક્ટિસ કરશે. ત્યારબાદ 22 સપ્ટેમ્બરે ભારત અને જાપાન વચ્ચે એકમાત્ર T20I મેચ રમાશે. આ બંને ટીમો વચ્ચેનો આ પ્રથમ સિનિયર પુરુષ આંતરરાષ્ટ્રીય મુકાબલો છે અને બંને દેશો વચ્ચેના રાજદ્વારી સંબંધોના 75 વર્ષ પૂર્ણ થવાના પ્રસંગ સાથે પણ તેને જોડવામાં આવ્યો છે.

વિકી ઓસ્ટવાલ અને કાર્તિક ત્યાગી જાપાન રવાના

જાપાન સામેની મેચ બાદ ભારતીય ટીમ થોડા દિવસ સાનોમાં રોકાશે અને ત્યાં જ એશિયન ગેમ્સ માટે પોતાની તૈયારીઓ આગળ વધારશે. ત્યારબાદ ટીમ નાગોયા તરફ જશે, જ્યાં 28 સપ્ટેમ્બરે ભારતીય પુરુષ ટીમ એશિયન ગેમ્સમાં પોતાનો પ્રથમ મુકાબલો રમશે. ડિફેન્ડિંગ ચેમ્પિયન હોવાના કારણે ભારતને સીધી ક્વાર્ટર ફાઈનલમાં એન્ટ્રી મળી છે.દરમિયાન, ભારતીય ટીમની મુખ્ય સ્ક્વોડમાં હાલમાં 14 ખેલાડીઓ છે.

શરૂઆતમાં એશિયન ગેમ્સની ટીમમાં સામેલ કરવામાં આવેલા નીતીશ કુમાર રેડ્ડીને બાદમાં વેસ્ટ ઈન્ડિઝ સામેની ઘરઆંગણે યોજાનારી ODI સિરીઝની ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે. આ સ્થિતિમાં રાસીખ સલામ ડાર, વિકી ઓસ્ટવાલ અને કાર્તિક ત્યાગીની હાજરી ટીમના પ્રેક્ટિસ સેશનને વધુ વિકલ્પ આપશે. જોકે, તેઓ એશિયન ગેમ્સની મુખ્ય ટીમના અધિકૃત સભ્ય તરીકે નહીં પરંતુ નેટ બોલર તરીકે ભારતીય ટીમ સાથે પ્રવાસ કરી રહ્યા છે.

આ પણ વાંચો : Iran War : ઈરાન-અમેરિકા યુદ્ધમાં મોટો વળાંક, 7 શરતો સાથે વાતચીતનો પ્રસ્તાવ

AUTHOR
Vivek Shah

Vivek Shah

વિવેક શાહ ગ્રોથ નાઉ ન્યૂઝમાં Senior Assignment Editor તરીકે કામ કરે છે. ક્રાઇમ હોય કે ઘટના, મૂળમાં ઉતરીને રિપોર્ટિંગ કરવાની આદતે તેમણે અલગ ઓળખ બનાવી છે.. તેમના દ્વારા લખાતી પોલીસ પંચાત સ્પેશયલ કોલમ ખાસ વંચાય છે.. 11 વર્ષનો બોહળો અનુભવ તેમણે મોટા નેટવર્કની વિવિધ ચેનલ્સ સાથે કામ કરીને કેળવ્યો છે