Get News Alerts

Never miss breaking news updates.

ChatGPT Ads India: હવે ભારતમાં Free અને Go યુઝર્સને ChatGPTમાં જોવા મળશે જાહેરાતો, જાણો શું બદલાશે?

ChatGPT Ads India: OpenAIએ ભારતમાં ChatGPT Adsના વિસ્તરણની જાહેરાત કરી છે. હવે ભારતમાં ChatGPTના Free અને Go ટિયરનો ઉપયોગ કરતા લૉગ-ઇન પુખ્ત યુઝર્સને જવાબોની નીચે પ્રાયોજિત જાહેરાતો જોવા મળી શકે.
Nisha ParmarUpdated on: 27 Aug 2026 06:24 PM IST
ChatGPT Ads India: હવે ભારતમાં Free અને Go યુઝર્સને ChatGPTમાં જોવા મળશે જાહેરાતો, જાણો શું બદલાશે?ChatGPT Ads India: હવે ભારતમાં Free અને Go યુઝર્સને ChatGPTમાં જોવા મળશે જાહેરાતો, જાણો શું બદલાશે?

ChatGPT Ads India: OpenAIએ ભારતમાં ChatGPT Adsના વિસ્તરણની જાહેરાત કરી છે. હવે ભારતમાં ChatGPTના Free અને Go ટિયરનો ઉપયોગ કરતા લૉગ-ઇન પુખ્ત યુઝર્સને જવાબોની નીચે પ્રાયોજિત જાહેરાતો જોવા મળી શકે છે. ભારત OpenAIના સૌથી મોટા બજારોમાંથી એક છે અને કંપની માટે આ પગલું ChatGPTના વ્યાપારીકરણ અને આવક વધારવાની દિશામાં મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે.

Free અને Go યુઝર્સને જાહેરાતો દેખાશે

શરૂઆતમાં જાહેરાતો Free અને Go પ્લાનના 18 વર્ષથી વધુ ઉંમરના યુઝર્સને બતાવવામાં આવશે. ભારતમાં ChatGPT Go પ્લાનની કિંમત ₹399 પ્રતિ મહિનો છે.

જાહેરાતો ChatGPTના જવાબથી અલગ દેખાશે અને તેના પર સ્પષ્ટ રીતે Sponsored અથવા પ્રાયોજિત તરીકે લેબલ હશે.

Paid યુઝર્સ માટે ChatGPT Ads નહીં

ChatGPTના Plus, Pro, Business, Enterprise અને Education જેવા પેઇડ ટિયર પર રહેલા યુઝર્સને પહેલાની જેમ જાહેરાતો વગરની સેવા મળતી રહેશે.

યુઝર્સનો વ્યક્તિગત ડેટા જાહેરાતદાતાઓને નહીં મળે

OpenAIના જણાવ્યા અનુસાર, જાહેરાતદાતાઓને યુઝરની ચેટ, ચેટ હિસ્ટ્રી, મેમરી અથવા વ્યક્તિગત માહિતી ઉપલબ્ધ કરાવવામાં આવશે નહીં. કંપનીનું કહેવું છે કે તે યુઝર્સનો ડેટા જાહેરાતદાતાઓને વેચતી નથી.

જાહેરાતદાતાઓને માત્ર કેમ્પેનના સંકલિત આંકડા, જેમ કે જાહેરાત કેટલી વખત બતાવવામાં આવી અને તેના પર કેટલા ક્લિક મળ્યા, જેવી માહિતી આપવામાં આવશે.

નાબાલિગો માટે જાહેરાત નહીં

જે યુઝર્સે પોતાને 18 વર્ષથી ઓછી ઉંમરના ગણાવ્યા છે અથવા કંપનીને લાગે છે કે યુઝર નાબાલિગ છે, તેમને જાહેરાતો બતાવવામાં આવશે નહીં.

આ ઉપરાંત સ્વાસ્થ્ય, માનસિક સ્વાસ્થ્ય અને રાજકારણ જેવા સંવેદનશીલ અથવા નિયંત્રિત વિષયો સાથે જોડાયેલા જવાબોની સાથે પણ જાહેરાતો નહીં દર્શાવવામાં આવે.

50થી વધુ બ્રાન્ડના Ads Live થવાની શક્યતા

OpenAI અનુસાર, ભારતમાં આ અઠવાડિયામાં 50થી વધુ બ્રાન્ડની જાહેરાતો લાઇવ થવાની અપેક્ષા છે. કંપની 4 સપ્ટેમ્બરથી ભારતમાં ChatGPT Ads Managerની સેલ્ફ-સર્વિસ સુવિધા પણ શરૂ કરવાની યોજના ધરાવે છે.

બ્રાન્ડ્સ ₹725 પ્રતિ દિવસથી શરૂ થતા બજેટ સાથે જાહેરાત કેમ્પેન ચલાવી શકશે.

ભારતમાં 10 કરોડથી વધુ સાપ્તાહિક યુઝર્સ

ફેબ્રુઆરી 2026 સુધીમાં ભારત ChatGPTનું બીજું સૌથી મોટું બજાર હતું. ભારતમાં વિદ્યાર્થીઓ, ડેવલપર્સ, શિક્ષકો અને બિઝનેસ સહિત 10 કરોડથી વધુ સાપ્તાહિક યુઝર્સ હોવાનો દાવો કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચો : Apple Event 2026: 9 સપ્ટેમ્બરે Apple લોન્ચ કરી શકે છે iPhone 18 Pro અને પહેલો ફોલ્ડેબલ iPhone, જાણો શું હશે ખાસ?

AUTHOR
N

Nisha Parmar

Author details are not available.