Rajasthan Accident: ચુરુમાં ભયાનક માર્ગ અકસ્માત, ટ્રોલા-કારની ટક્કરમાં એક જ પરિવારના 6નાં મોત

Rajasthan Accident: રાજસ્થાનના ચુરુ જિલ્લામાં શનિવારે એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો હતો. ટ્રોલા અને કાર વચ્ચે ટક્કર થતાં એક જ પરિવારના પાંચ સભ્યો સહિત કુલ છ લોકોનાં મોત થયાં હતાં.
Nisha Parmar
Nisha ParmarUpdated on: 24 Oct 2026 01:18 PM IST
Rajasthan Accident: ચુરુમાં ભયાનક માર્ગ અકસ્માત, ટ્રોલા-કારની ટક્કરમાં એક જ પરિવારના 6નાં મોતRajasthan Accident: ચુરુમાં ભયાનક માર્ગ અકસ્માત, ટ્રોલા-કારની ટક્કરમાં એક જ પરિવારના 6નાં મોત

Rajasthan Accident

Rajasthan Accident: રાજસ્થાનના ચુરુ જિલ્લામાં શનિવારે એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો હતો. સદુલપુર વિસ્તારના ન્યાગલી ગામ નજીક તારાનગર રોડ પર ટ્રોલા અને કાર વચ્ચે જોરદાર ટક્કર થતાં એક જ પરિવારના પાંચ સભ્યો સહિત કુલ છ લોકોનાં મોત થયાં હતાં. અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયેલી સાત મહિનાની બાળકીનું સારવાર દરમિયાન મોત થયું હોવાનું સામે આવ્યું છે. આ દુર્ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છવાયો છે.

ટ્રોલા સાથે કારની જોરદાર ટક્કર

પ્રાપ્ત માહિતી અનુસાર, તારાનગર તાલુકાના સોમસીસર ગામનો એક પરિવાર કારમાં સવાર થઈને ગોગામેડી સ્થિત મંદિરમાં દર્શન કરવા જઈ રહ્યો હતો. આ દરમિયાન ન્યાગલી ગામ નજીક કાર આગળ ચાલી રહેલા ટ્રોલા સાથે અથડાઈ હતી. ટક્કર એટલી ભયાનક હતી કે કારનો આગળનો ભાગ સંપૂર્ણપણે ક્ષતિગ્રસ્ત થઈ ગયો હતો. કારમાં સવાર પાંચ લોકોનાં ઘટનાસ્થળે જ મોત થયાં હતાં, જ્યારે ઘાયલ બાળકીનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું.

દર્શન માટે જતો પરિવાર અકસ્માતનો ભોગ બન્યો

અકસ્મતમાં જીવ ગુમાવનારા તમામ લોકો એક જ પરિવારના હોવાનું જાણવા મળ્યું છે. પરિવાર ધાર્મિક દર્શન માટે નીકળ્યો હતો, પરંતુ રસ્તામાં જ આ દુઃખદ ઘટના બની હતી. અકસ્માતનો અવાજ સાંભળીને આસપાસના લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને બચાવ કામગીરીમાં મદદ કરી પોલીસને જાણ કરી હતી.

પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી

ઘટનાની જાણ થતાં એડિશનલ એસપી રિછપાલ સિંહ અને પોલીસ અધિકારી રાજેશ કુમાર સિંહાગ પોલીસ ટીમ સાથે ઘટનાસ્થળે પહોંચ્યા હતા. પોલીસે અકસ્માતનું નિરીક્ષણ કરી મૃતદેહોને સરકારી ઉપજિલ્લા હોસ્પિટલની મોર્ચરીમાં ખસેડ્યા હતા.

ટ્રોલા ચાલકની શોધખોળ શરૂ

પ્રાથમિક માહિતી અનુસાર, અકસ્માત બાદ ટ્રોલા ચાલક ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હોવાનું જણાવવામાં આવ્યું છે. પોલીસે ચાલકની શોધખોળ શરૂ કરી છે અને અકસ્માત કયા સંજોગોમાં સર્જાયો તેની તપાસ હાથ ધરી છે. એક જ પરિવારના છ સભ્યોનાં મોતથી પરિવારજનો પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે.

આ પણ વાંચો : Ramayana: રિલીઝના 12 દિવસ પહેલાં જ ‘રામાયણ’ની એડવાન્સ બુકિંગમાં ધૂમ! 9.87 કરોડની કમાણી

AUTHOR
Nisha Parmar

Nisha Parmar

Author details are not available.