Get News Alerts

Never miss breaking news updates.

જનસેવાના 25 વર્ષ પૂર્ણ થતાં PM મોદીએ લાલકૃષ્ણ અડવાણી સાથે કરી મુલાકાત

PM Modi Advani Meeting: જાહેર જીવનમાં 25 વર્ષ પૂર્ણ થવાના અવસરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભાજપના વરિષ્ઠ નેતા અને પૂર્વ નાયબ વડાપ્રધાન લાલકૃષ્ણ અડવાણી સાથે તેમના નિવાસસ્થાને મુલાકાત કરી હતી. આ...
R Gajjar
R GajjarUpdated on: 07 Oct 2026 07:55 PM IST
જનસેવાના 25 વર્ષ પૂર્ણ થતાં PM મોદીએ લાલકૃષ્ણ અડવાણી સાથે કરી મુલાકાતજનસેવાના 25 વર્ષ પૂર્ણ થતાં PM મોદીએ લાલકૃષ્ણ અડવાણી સાથે કરી મુલાકાત

PM Modi Advani Meeting

PM Modi Advani Meeting: જાહેર જીવનમાં 25 વર્ષ પૂર્ણ થવાના અવસરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભાજપના વરિષ્ઠ નેતા અને પૂર્વ નાયબ વડાપ્રધાન લાલકૃષ્ણ અડવાણી સાથે તેમના નિવાસસ્થાને મુલાકાત કરી હતી. આ મુલાકાતની તસવીર પણ સામે આવી છે, જેમાં PM મોદી અડવાણી સાથે વાતચીત કરતા જોવા મળી રહ્યા છે. વડાપ્રધાન મોદીએ 7 ઓક્ટોબર 2001ના રોજ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. ત્યારથી શરૂ થયેલી તેમની રાજકીય સફરના 25 વર્ષ પૂર્ણ થયા છે. આ પ્રસંગે તેમણે પોતાના જાહેર જીવનની સફરને યાદ કરી હતી.

25 વર્ષના સફરને ‘સેવા’ સાથે જોડ્યો

PM મોદીએ પોતાના 25 વર્ષના રાજકીય સફર અંગે કહ્યું કે, જ્યારે તેમણે 7 ઓક્ટોબર 2001ના રોજ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા ત્યારે તેઓ ક્યારેય આ મુકામ સુધી પહોંચશે તેવી કલ્પના પણ કરી નહોતી. નવી દિલ્હીમાં સંબોધન દરમિયાન તેમણે આ સમગ્ર સફરને સતત જનસેવાની યાત્રા ગણાવી હતી. આ દરમિયાન તેમણે ભાજપ, એનડીએના સહયોગીઓ તેમજ રાજકીય સફરમાં સાથ આપનારા તમામ સાથીઓનો આભાર માન્યો હતો.

‘આ આત્મપ્રશંસાનો નહીં, આભાર વ્યક્ત કરવાનો પ્રસંગ’

વડાપ્રધાન મોદીએ કહ્યું કે જાહેર જીવનના 25 વર્ષ પૂર્ણ થવું પોતાના વખાણ કરવાનો પ્રસંગ નથી, પરંતુ લોકો અને સાથીદારો પ્રત્યે આભાર વ્યક્ત કરવાનો અવસર છે. તેમણે જણાવ્યું કે તેમની સફર વ્યક્તિગત મહત્વાકાંક્ષા કરતાં સેવા ભાવના અને એક નિશ્ચિત ધ્યેયથી પ્રેરિત રહી છે. તેમણે પોતાના રાજકીય જીવનના અનુભવને યાદ કરતાં સમર્થકો અને ટીકાકારો બંનેના યોગદાનનો ઉલ્લેખ કર્યો હતો. સમર્થકોએ પ્રોત્સાહન આપ્યું, જ્યારે ટીકાકારોએ આત્મમંથન કરવાની તક આપી હોવાનું તેમણે જણાવ્યું.

2047 સુધી વિકસિત ભારતનું લક્ષ્ય

PM મોદીએ પોતાના સંબોધનના અંતમાં કહ્યું કે 25 વર્ષ પૂર્ણ થવું આરામ કરવાનો પડાવ નથી, પરંતુ સેવા અને જવાબદારીના નવા તબક્કાની શરૂઆત છે. તેમણે 2047 સુધી ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાના લક્ષ્યનો ઉલ્લેખ કરતાં કહ્યું કે દેશ આ દિશામાં સતત આગળ વધશે અને આ સંકલ્પને સાકાર કરવામાં આવશે.

AUTHOR
R Gajjar

R Gajjar

Rupin Bakraniya is a seasoned journalist with over 11 years of experience, having contributed to leading media houses. He is currently associated with GrowthNow News, where he covers and analyzes a wide range of news, with a strong focus on complex global and economic narratives. He is recognized for his analytical depth, journalistic insight, and expertise in navigating complex issues and presenting them with clarity. [email protected]