Delhi TownHall : ચાંદની ચોકના ઐતિહાસિક ટાઉન હોલનો બદલાશે અવતાર, બનશે ‘ગ્લોબલ હેરિટેજ સેન્ટર’



Delhi TownHall
Delhi TownHall : ચાંદની ચોકના ઐતિહાસિક ટાઉન હોલનો બદલાશે અવતાર, બનશે ‘ગ્લોબલ હેરિટેજ સેન્ટર’



Delhi TownHall
Delhi TownHall : ઐતિહાસિક વારસાને જાળવી રાખીને આ સમગ્ર પરિસરને આધુનિક સુવિધાઓ સાથે ‘ગ્લોબલ હેરિટેજ સેન્ટર’ તરીકે વિકસાવવાની યોજના છે. આ માટે દિલ્હી સરકારના પ્રવાસન વિભાગની નોડલ એજન્સી દિલ્હી ટૂરિઝમ એન્ડ ટ્રાન્સપોર્ટેશન ડેવલપમેન્ટ કોર્પોરેશન (DTDC) અને દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન (MCD) વચ્ચે MoU કરવામાં આવ્યું છે.
ચાંદની ચોકમાં હેરિટેજનો નવો અધ્યાય
દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાની હાજરીમાં થયેલા આ કરારનો મુખ્ય હેતુ ટાઉન હોલ, પ્રેસ બિલ્ડિંગ અને તેની આસપાસના પાર્કને સંરક્ષિત રાખીને તેને પ્રવાસન અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનું મહત્વપૂર્ણ કેન્દ્ર બનાવવાનો છે. દિલ્હી સરકારના જણાવ્યા અનુસાર, આ પહેલ ઐતિહાસિક વારસાના સંરક્ષણ સાથે તેને નવી પેઢી અને દેશ-વિદેશના પ્રવાસીઓ સાથે જોડવાની દિશામાં છે. 1860થી 1866 વચ્ચે બાંધવામાં આવેલો ટાઉન હોલ ચાંદની ચોક અને ઐતિહાસિક શાહજહાનાબાદ વિસ્તારનો મહત્વપૂર્ણ હિસ્સો છે.
આ ગ્રેડ-I હેરિટેજ પરિસર લાંબા સમય સુધી દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનના મુખ્યાલય તરીકે પણ ઉપયોગમાં લેવાતું હતું. 2010માં MCDનું મુખ્યાલય મિન્ટો રોડ સ્થિત ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી સિવિક સેન્ટરમાં ખસેડાયા બાદ ટાઉન હોલ પરિસરનો મોટો હિસ્સો ઉપયોગ વિના રહ્યો હતો.
ઇતિહાસ જળવાશે, સુવિધાઓ વધશે
હવે આશરે 12,180 ચોરસ મીટરમાં ફેલાયેલા આ પરિસરને Adaptive Reuseના સિદ્ધાંત પર વિકસાવવાની યોજના છે. એટલે કે, ઐતિહાસિક ઇમારતની મૂળ સ્થાપત્ય શૈલી અને વારસાગત ઓળખને જાળવી રાખીને તેનો આધુનિક ઉપયોગ કરવામાં આવશે. પ્રસ્તાવિત ગ્લોબલ હેરિટેજ સેન્ટરમાં મ્યુઝિયમ, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ અને પ્રવાસન સુવિધાઓ વિકસાવવાની યોજના છે. ચાંદની ચોક અને જૂની દિલ્હી રેલવે સ્ટેશન જેવા વ્યસ્ત પ્રવાસન વિસ્તારોની નજીક હોવાથી આ પરિસરને દિલ્હી હેરિટેજ ટુરિઝમના મહત્વપૂર્ણ કેન્દ્ર તરીકે વિકસાવવાની સંભાવના છે.
દિલ્હી પહેલેથી જ હેરિટેજ વૉક અને ઓલ્ડ દિલ્હી જેવા પ્રવાસન કાર્યક્રમો દ્વારા ઐતિહાસિક વિસ્તારોને પ્રવાસીઓ સાથે જોડે છે. MoU હેઠળ DTDC સર્વે, સ્ટ્રક્ચરલ અસેસમેન્ટ અને Detailed Project Report (DPR) તૈયાર કરશે. ત્યારબાદ પ્રોજેક્ટને જાહેર રોકાણ અથવા Public-Private Partnership (PPP) મોડલથી આગળ વધારવાનો વિકલ્પ નક્કી થશે. પ્રોજેક્ટની પ્રગતિ માટે DTDC અને MCDના પ્રતિનિધિઓનું સંયુક્ત કાર્ય જૂથ પણ બનાવવામાં આવશે. આ પહેલથી ચાંદની ચોકની ઐતિહાસિક ઓળખને જાળવી રાખવાની સાથે દિલ્હી આવતા પ્રવાસીઓને એક જ સ્થળે શહેરનો ઈતિહાસ, સંસ્કૃતિ અને વારસો જાણવાનો નવો અનુભવ મળી શકે છે.
આ પણ વાંચો : Gujarat Latest News Live : 6 દિવસ રાજયમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી

Vivek Shah
વિવેક શાહ ગ્રોથ નાઉ ન્યૂઝમાં Senior Assignment Editor તરીકે કામ કરે છે. ક્રાઇમ હોય કે ઘટના, મૂળમાં ઉતરીને રિપોર્ટિંગ કરવાની આદતે તેમણે અલગ ઓળખ બનાવી છે.. તેમના દ્વારા લખાતી પોલીસ પંચાત સ્પેશયલ કોલમ ખાસ વંચાય છે.. 11 વર્ષનો બોહળો અનુભવ તેમણે મોટા નેટવર્કની વિવિધ ચેનલ્સ સાથે કામ કરીને કેળવ્યો છે





