Get News Alerts

Never miss breaking news updates.

Bharat Swastik Yatra : મોરારી બાપુની ‘ભારત સ્વસ્તિક યાત્રા’, દેશનાં પવિત્ર તીર્થસ્થળોને જોડશે આધ્યાત્મિક સફર

Bharat Swastik Yatra : રામચરિતમાનસના પ્રખર કથાકાર અને આધ્યાત્મિક ગુરુ પૂજ્ય મોરારી બાપુ ભારતભરમાં ‘ભારત સ્વસ્તિક યાત્રા’નો પ્રારંભ કરવા જઈ રહ્યા છે.
Vivek Shah
Vivek ShahUpdated on: 09 Oct 2026 02:05 PM IST
Bharat Swastik Yatra : મોરારી બાપુની ‘ભારત સ્વસ્તિક યાત્રા’, દેશનાં પવિત્ર તીર્થસ્થળોને જોડશે આધ્યાત્મિક સફરBharat Swastik Yatra : મોરારી બાપુની ‘ભારત સ્વસ્તિક યાત્રા’, દેશનાં પવિત્ર તીર્થસ્થળોને જોડશે આધ્યાત્મિક સફર

Bharat Swastik Yatra Morari Bapu

Bharat Swastik Yatra : ઑક્ટોબર અને નવેમ્બર 2026 દરમિયાન યોજાનારી આ યાત્રાનો મુખ્ય ઉદ્દેશ દેશનાં પવિત્ર તીર્થસ્થળોને આધ્યાત્મિક એકતાના સૂત્રમાં જોડવાનો અને સનાતન ધર્મના સંદેશને વ્યાપક બનાવવાનો છે.

આ યાત્રા બે તબક્કામાં યોજાશે. પ્રથમ તબક્કો 10થી 23 ઑક્ટોબર દરમિયાન કન્યાકુમારીથી શરૂ થઈ કેદારનાથ ખાતે પૂર્ણ થશે. બીજા તબક્કામાં 14થી 22 નવેમ્બર દરમિયાન દ્વારકાથી જગન્નાથ પુરી સુધીની યાત્રા યોજાશે. આ રીતે દેશના દક્ષિણથી ઉત્તર અને પશ્ચિમથી પૂર્વ સુધીનાં અનેક મહત્ત્વપૂર્ણ ધાર્મિક સ્થળોને સાંકળવાનો પ્રયાસ કરવામાં આવશે.

ભારતભરમાં ફરશે મોરારી બાપુની સ્વસ્તિક યાત્રા

પ્રથમ તબક્કામાં કાલાડી, શૃંગેરી, હમ્પી, તુલજાપુર, ઓમકારેશ્વર, ઝાંસી, મથુરા, કુરુક્ષેત્ર, અટારી-વાઘા અને જમ્મુ સહિતનાં સ્થળોનો સમાવેશ થાય છે. બીજા તબક્કામાં સોમનાથ, ડાકોર, ઉજ્જૈન, નાગપુર, ચંપારણ, માયાપુર અને કોલકાતા સહિતનાં સ્થળો થઈ યાત્રા જગન્નાથ પુરી પહોંચશે. આ યાત્રામાં આશરે 900 ભક્તો મોરારી બાપુ સાથે જોડાશે. તેમના પ્રવાસ માટે 22 કોચ ધરાવતી કૈલાશ ભારત ગૌરવ ટ્રેન અને 16 કોચ ધરાવતી ચિત્રકૂટ ભારત ગૌરવ ટ્રેનની વ્યવસ્થા કરવામાં આવી છે.

સમગ્ર યાત્રા દરમિયાન 9,000 કિલોમીટરથી વધુ અંતર કાપવામાં આવશે. મોરારી બાપુએ યાત્રાના ચાર મુખ્ય સંકલ્પો તરીકે ‘દિવ્ય ભારત, સેવ્ય ભારત, ભવ્ય ભારત અને નવ્ય ભારત’નો ઉલ્લેખ કર્યો છે. તેમના જણાવ્યા અનુસાર, સ્વસ્તિકની ચાર ભુજાઓ આ ચાર સંકલ્પોનું પ્રતીક બનશે. ભારતીય પરંપરામાં સ્વસ્તિકને શુભતા, કલ્યાણ અને મંગલનું પ્રતીક માનવામાં આવે છે.

900 ભક્તો મોરારી બાપુ સાથે જોડાશે

આ યાત્રાનું આયોજન મદન પાલીવાલની સંતકૃપા સનાતન સંસ્થા દ્વારા કરવામાં આવી રહ્યું છે. સંસ્થાના જણાવ્યા અનુસાર, વિવિધ પ્રદેશો અને ક્ષેત્રોના આધ્યાત્મિક ગુરુઓ, વિદ્વાનો, ઉદ્યોગપતિઓ તથા સામાજિક અગ્રણીઓને એકસાથે લાવી રાષ્ટ્રીય એકતાની ભાવનાને મજબૂત કરવાનો પ્રયાસ કરવામાં આવશે.

યાત્રા દરમિયાન રામકથા અને અન્ય કાર્યક્રમો યોજાશે, જે સૌ માટે ખુલ્લા રહેશે. દરેક સ્થળે દરરોજ ભંડારાનું આયોજન કરીને લોકોને નિઃશુલ્ક પ્રસાદરૂપે ભોજન પીરસવાની પણ વ્યવસ્થા કરવામાં આવશે. આમ, ભારત સ્વસ્તિક યાત્રા માત્ર તીર્થયાત્રા નહીં, પરંતુ સત્ય, પ્રેમ, કરુણા, સેવા અને એકતાનો સંદેશ દેશભરમાં પહોંચાડવાનો આધ્યાત્મિક પ્રયાસ બની રહેશે.

આ પણ વાંચો : Jamnagar Court News : જામનગરના સિક્કા દુષ્કર્મ-હત્યા કેસમાં આરોપીને કોર્ટે ફટકારી ફાંસીની સજા, 23 સાક્ષી અને 95 પુરાવા બાદ ચુકાદો અપાયો

AUTHOR
Vivek Shah

Vivek Shah

વિવેક શાહ ગ્રોથ નાઉ ન્યૂઝમાં Senior Assignment Editor તરીકે કામ કરે છે. ક્રાઇમ હોય કે ઘટના, મૂળમાં ઉતરીને રિપોર્ટિંગ કરવાની આદતે તેમણે અલગ ઓળખ બનાવી છે.. તેમના દ્વારા લખાતી પોલીસ પંચાત સ્પેશયલ કોલમ ખાસ વંચાય છે.. 11 વર્ષનો બોહળો અનુભવ તેમણે મોટા નેટવર્કની વિવિધ ચેનલ્સ સાથે કામ કરીને કેળવ્યો છે