Get News Alerts

Never miss breaking news updates.

Delhi Kalkaji Temple Gang Rape Case: દિલ્હીના કાલકાજી મંદિર નજીક સગીરા સાથે ગેંગરેપ, એન્કાઉન્ટર બાદ એક આરોપી ઝડપાયો

Delhi Kalkaji Temple Gang Rape Case: દિલ્હીના કાલકાજી મંદિર નજીક 17 વર્ષની સગીરા સાથે ગેંગરેપની ગંભીર ઘટના સામે આવી છે. પ્રાથમિક માહિતી મુજબ, ત્રણ આરોપીઓએ પોતાને પોલીસકર્મી તરીકે ઓળખાવી સગીરા...
R Gajjar
R GajjarUpdated on: 22 Sep 2026 02:19 PM IST
Delhi Kalkaji Temple Gang Rape Case: દિલ્હીના કાલકાજી મંદિર નજીક સગીરા સાથે ગેંગરેપ, એન્કાઉન્ટર બાદ એક આરોપી ઝડપાયોDelhi Kalkaji Temple Gang Rape Case: દિલ્હીના કાલકાજી મંદિર નજીક સગીરા સાથે ગેંગરેપ, એન્કાઉન્ટર બાદ એક આરોપી ઝડપાયો

Delhi Kalkaji Temple Gang Rape Case

Delhi Kalkaji Temple Gang Rape Case: દિલ્હીના કાલકાજી મંદિર નજીક 17 વર્ષની સગીરા સાથે ગેંગરેપની ગંભીર ઘટના સામે આવી છે. પ્રાથમિક માહિતી મુજબ, ત્રણ આરોપીઓએ પોતાને પોલીસકર્મી તરીકે ઓળખાવી સગીરા અને તેના મિત્રને ધમકાવ્યા બાદ સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હોવાનો આરોપ છે. પોલીસે આ મામલે એક આરોપીની એન્કાઉન્ટર બાદ ધરપકડ કરી છે, જ્યારે અન્ય બે આરોપીઓની શોધખોળ ચાલુ છે.

પાર્કમાં પહોંચ્યા બાદ ત્રણ યુવકો આવ્યા

મળતી માહિતી મુજબ, 21 સપ્ટેમ્બરની સાંજે સગીરા પોતાના 17 વર્ષના મિત્ર સાથે કાલકાજી મંદિર પહોંચી હતી. મંદિરના દર્શન બાદ બંને નજીકના એક પાર્કમાં ગયા હતા. આ દરમિયાન આશરે 25થી 30 વર્ષની ઉંમરના ત્રણ યુવકો ત્યાં પહોંચ્યા હતા. આરોપ છે કે ત્રણેયે પોતાને પોલીસકર્મી તરીકે ઓળખાવી બંનેને ધમકાવ્યા હતા. ત્યારબાદ આરોપીઓએ સગીરાના મિત્રને કથિત રીતે બંધક બનાવી સગીરા સાથે સામૂહિક દુષ્કર્મ આચર્યું હતું.

PCR કોલ બાદ પોલીસ ઘટનાસ્થળે પહોંચી

ઘટનાની જાણ થતાં રાત્રે આશરે 8:45 વાગ્યે PCR કોલ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ પોલીસ ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને સગીરાને તબીબી તપાસ માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. આ મામલે POCSO એક્ટ સહિત સંબંધિત કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે અને પોલીસ દ્વારા સમગ્ર ઘટનાની તપાસ હાથ ધરવામાં આવી છે.

એન્કાઉન્ટર બાદ એક આરોપી ઝડપાયો

પોલીસની કાર્યવાહી દરમિયાન એક આરોપી ઝડપાયો છે. તેની ઓળખ આસિફ તરીકે કરવામાં આવી હોવાનું અહેવાલોમાં જણાવાયું છે. એન્કાઉન્ટર દરમિયાન આરોપીના પગમાં ગોળી વાગી હોવાનું સામે આવ્યું છે. તેને પોલીસ કસ્ટડીમાં લેવામાં આવ્યો છે. પોલીસ હવે તેની પૂછપરછ કરી અન્ય બે આરોપીઓ સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહી છે.

CCTV ફૂટેજની તપાસ, અન્ય આરોપીઓની શોધખોળ

દિલ્હી પોલીસ દ્વારા પાર્ક તેમજ આસપાસના વિસ્તારોમાં લગાવવામાં આવેલા CCTV કેમેરાની ફૂટેજ તપાસવામાં આવી રહી છે. ઘટનાસ્થળની આસપાસ હાજર લોકો પાસેથી પણ માહિતી એકત્ર કરવામાં આવી રહી છે. અન્ય બે આરોપીઓની ઓળખ અને ધરપકડ માટે પોલીસની ટીમો તપાસ કરી રહી છે. સમગ્ર મામલે વધુ વિગતો પોલીસ તપાસ આગળ વધ્યા બાદ સામે આવી શકે છે.

AUTHOR
R Gajjar

R Gajjar

Rupin Bakraniya is a seasoned journalist with over 11 years of experience, having contributed to leading media houses. He is currently associated with GrowthNow News, where he covers and analyzes a wide range of news, with a strong focus on complex global and economic narratives. He is recognized for his analytical depth, journalistic insight, and expertise in navigating complex issues and presenting them with clarity. [email protected]