DACનો મોટો નિર્ણય: સંરક્ષણ દળો માટે રૂ. 1.10 લાખ કરોડના એક્વિઝિશન પ્રસ્તાવોને મંજૂરી



Defence Acquisition Council 1.10 Lakh Crore
DACનો મોટો નિર્ણય: સંરક્ષણ દળો માટે રૂ. 1.10 લાખ કરોડના એક્વિઝિશન પ્રસ્તાવોને મંજૂરી



Defence Acquisition Council 1.10 Lakh Crore
Defence Acquisition Council 1.10 Lakh Crore: સંરક્ષણ ક્ષેત્રને વધુ મજબૂત બનાવવા માટે કેન્દ્ર સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહની અધ્યક્ષતામાં ડિફેન્સ એક્વિઝિશન કાઉન્સિલ (DAC)ની બેઠકમાં સંરક્ષણ દળો માટે આશરે રૂ. 1.10 લાખ કરોડના વિવિધ કેપિટલ એક્વિઝિશન પ્રસ્તાવોને એક્સેપ્ટન્સ ઓફ નેસેસિટી (AoN) એટલે કે સૈદ્ધાંતિક વહીવટી મંજૂરી આપવામાં આવી છે. ખાસ વાત એ છે કે મંજૂર કરાયેલા કુલ AoNમાંથી આશરે 98 ટકા ખરીદી ભારતીય ઉદ્યોગ પાસેથી કરવામાં આવશે.
https://twitter.com/rajnathsingh/status/2096927450760675507
ભારતીય સેના માટે અનેક મહત્વપૂર્ણ સાધનોની ખરીદી
ભારતીય સેનાની ઓપરેશનલ ક્ષમતામાં વધારો કરવા માટે CBRN રેકી વ્હીકલ્સ, હાઇ મોબિલિટી વ્હીકલ્સ (HMV), સેલ્ફ-પ્રોપેલ્ડ મિકેનિકલ માઇન લેયર્સ (MML), એડવાન્સ્ડ લાઇટ હેલિકોપ્ટર્સ (ALH), ટ્રોલ ટેન્ક્સ અને સર્વત્ર બ્રિજ સિસ્ટમની ખરીદી માટે મંજૂરી આપવામાં આવી છે. CBRN રેકી વ્હીકલ્સનો ઉપયોગ કેમિકલ, બાયોલોજિકલ, રેડિયોલોજિકલ અને ન્યુક્લિયર એજન્ટથી દૂષિત વિસ્તારોને શોધવા, ઓળખવા, મોનિટર કરવા અને માર્ક કરવા માટે કરવામાં આવશે.
https://twitter.com/SpokespersonMoD/status/2096934482175840404
મુશ્કેલ ભૂપ્રદેશમાં સેનાની ક્ષમતા વધશે
હાઇ મોબિલિટી વ્હીકલ્સ પડકારજનક અને મુશ્કેલ ભૂપ્રદેશમાં સેનાની ગતિશીલતા તથા લોજિસ્ટિક સપોર્ટને મજબૂત બનાવશે. જ્યારે સેલ્ફ-પ્રોપેલ્ડ મિકેનિકલ માઇન લેયર્સ મુશ્કેલ વિસ્તારોમાં ઝડપી અને અસરકારક રીતે માઇનલેઇંગની ક્ષમતા પૂરી પાડશે. એડવાન્સ્ડ લાઇટ હેલિકોપ્ટર્સનો ઉપયોગ ભારતીય સેના અને વાયુસેના દ્વારા વિવિધ ભૂપ્રદેશ તથા ઓપરેશનલ પરિસ્થિતિઓમાં મહત્વપૂર્ણ મિશન માટે કરવામાં આવશે.
ટ્રોલ ટેન્ક્સ અને બ્રિજ સિસ્ટમને પણ મંજૂરી
સેનાની લડાયક રચનાઓને વિવિધ પ્રકારના ભૂપ્રદેશમાં આગળ વધવા માટે ટ્રોલ ટેન્ક્સ અને સર્વત્ર બ્રિજ સિસ્ટમ પણ મહત્વપૂર્ણ સાબિત થશે. આ સાધનો મુશ્કેલ વિસ્તારોમાં ક્રોસિંગની ક્ષમતાને વધુ મજબૂત બનાવશે.
ભારતીય નૌકાદળ માટે અરુધ્રા રડાર અને ગેસ ટર્બાઇન
ભારતીય નૌકાદળ માટે પણ મહત્વપૂર્ણ પ્રસ્તાવોને મંજૂરી આપવામાં આવી છે. તેમાં અરુધ્રા રડારની ખરીદી અને મરીન ગેસ ટર્બાઇન (MGT)ની ડિઝાઇન, વિકાસ તથા ત્યારબાદની ખરીદીનો સમાવેશ થાય છે. અરુધ્રા રડાર વિવિધ નેવલ એર સ્ટેશનો પર હાલમાં કાર્યરત એર રૂટ સર્વેલન્સ રડારને બદલશે. બીજી તરફ, યુદ્ધજહાજોની પ્રોપલ્શન સિસ્ટમ માટે મરીન ગેસ ટર્બાઇનના સ્વદેશી વિકાસથી વિદેશી વિક્રેતાઓ પરની નિર્ભરતા ઘટાડવામાં મદદ મળશે.
વાયુસેનાની યુદ્ધ ક્ષમતા વધારવા પણ મંજૂરી
ભારતીય વાયુસેના માટે ફાઇટર એરક્રાફ્ટ, ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ અને હેલિકોપ્ટરની યુદ્ધ ક્ષમતા વધારવા માટેના વિવિધ પ્રસ્તાવોને પણ AoN મંજૂરી આપવામાં આવી છે. આ ઉપરાંત ગ્રાઉન્ડ-બેઝ્ડ મલ્ટિ-પર્પઝ જામર (GBMPJ)ની ખરીદી અને ડિફેન્સ ફોર્સીસ સિક્યોર એક્સેસ કાર્ડ (DEFSAC) સિસ્ટમ સ્થાપિત કરવા માટે પણ મંજૂરી આપવામાં આવી છે.
દુશ્મનના રડાર સામે જામિંગ ક્ષમતા વધશે
GBMPJ વિરોધીના રડાર સામે અસરકારક ઇલેક્ટ્રોનિક જામિંગ પૂરું પાડશે. આ ઉપરાંત DEFSAC સિસ્ટમ હાલના કાગળ આધારિત ઓળખ કાર્ડ, પાસ અને પરમિટની જગ્યાએ રેડિયો ફ્રીક્વન્સી આઇડેન્ટિફિકેશન આધારિત સ્માર્ટ કાર્ડ સિસ્ટમ લાવશે. આ સિસ્ટમ સંરક્ષણ દળોમાં સુરક્ષિત અને ઇન્ટરઓપરેબલ ઓળખ વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવામાં મદદ કરશે.
98 ટકા ખરીદી ભારતીય ઉદ્યોગ પાસેથી
DAC દ્વારા મંજૂર કરવામાં આવેલા કુલ પ્રસ્તાવોમાંથી આશરે 98 ટકા ખરીદી ભારતીય ઉદ્યોગ પાસેથી કરવામાં આવશે. આ નિર્ણયથી સ્વદેશી સંરક્ષણ ઉત્પાદનને પ્રોત્સાહન મળવાની સાથે દેશમાં ડિફેન્સ મેન્યુફેક્ચરિંગ અને ટેક્નોલોજી ક્ષમતાને પણ વેગ મળવાની અપેક્ષા છે. આ મંજૂરીઓ ભારતીય સેના, નૌકાદળ અને વાયુસેનાની ઓપરેશનલ તથા ટેક્નિકલ ક્ષમતાઓને વધુ મજબૂત બનાવવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે.

R Gajjar
Rupin Bakraniya is a seasoned journalist with over 11 years of experience, he has contributed to leading media houses, including the Ahmedabad Mirror and The Indian Express. He is recognized for his analytical depth and expertise in navigating complex global and economic narratives. [email protected]



