Get News Alerts

Never miss breaking news updates.

Delhi: કેન્દ્રીયમંત્રી સી.આર. પાટીલે યમુના નદીના કિનારે સ્વચ્છતા અભિયાનમાં ભાગ લીધો

CR Patil Yamuna Cleanliness Drive: દિલ્હીમાં યમુના નદીના કિનારે આવેલા કાલિંદી કુંજ ખાતે યોજાયેલા સ્વચ્છતા અભિયાનમાં કેન્દ્રીય જલ શક્તિ મંત્રી સી.આર. પાટીલે ભાગ લીધો હતો. આ અભિયાનમાં જલ શક્તિ મંત્રાલયના...
R Gajjar
R GajjarUpdated on: 01 Oct 2026 01:42 PM IST
Delhi: કેન્દ્રીયમંત્રી સી.આર. પાટીલે યમુના નદીના કિનારે સ્વચ્છતા અભિયાનમાં ભાગ લીધોDelhi: કેન્દ્રીયમંત્રી સી.આર. પાટીલે યમુના નદીના કિનારે સ્વચ્છતા અભિયાનમાં ભાગ લીધો

CR Patil Yamuna Cleanliness Drive

CR Patil Yamuna Cleanliness Drive: દિલ્હીમાં યમુના નદીના કિનારે આવેલા કાલિંદી કુંજ ખાતે યોજાયેલા સ્વચ્છતા અભિયાનમાં કેન્દ્રીય જલ શક્તિ મંત્રી સી.આર. પાટીલે ભાગ લીધો હતો. આ અભિયાનમાં જલ શક્તિ મંત્રાલયના અધિકારીઓ, કર્મચારીઓ, સ્વયંસેવક સંસ્થાઓના પ્રતિનિધિઓ અને સ્થાનિક સમુદાયના સભ્યોએ ઉત્સાહપૂર્વક શ્રમદાન કર્યું હતું.

‘ટીમ જલ શક્તિ’એ સ્વચ્છતા માટે શ્રમદાન કર્યું

આ પ્રસંગે કેન્દ્રીય જલ શક્તિ રાજ્યમંત્રી વી. સોમન્ના, પીવાના પાણી અને સ્વચ્છતા વિભાગના સચિવ અશોક કે. મીણા તથા જળ સંસાધન, નદી વિકાસ અને ગંગા સંરક્ષણ વિભાગનાં સચિવ અર્ચના વર્મા સહિત મંત્રાલયના વિવિધ વિભાગોના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ગંગા ટાસ્ક ફોર્સ, સ્વયંસેવી સંસ્થાઓ અને સ્થાનિક નાગરિકોએ પણ અભિયાનમાં જોડાઈને સ્વચ્છતા પ્રત્યેની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.

સ્વચ્છતા દૈનિક જીવનનો હિસ્સો બને તે જરૂરી

અભિયાન દરમિયાન સ્વચ્છતાને માત્ર એક દિવસ પૂરતી મર્યાદિત ન રાખતાં તેને દૈનિક જીવનનો ભાગ બનાવવાનો સંદેશ આપવામાં આવ્યો હતો. નદીઓ, જળસ્રોતો અને આસપાસના પર્યાવરણને સ્વચ્છ રાખવા માટે સૌની સહભાગિતા જરૂરી હોવાનું જણાવાયું હતું.

‘સ્વચ્છ ભારત–વિકસિત ભારત’નો સંકલ્પ

જલ શક્તિ મંત્રાલય દ્વારા જણાવાયું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સ્વચ્છતા જનભાગીદારીનું વ્યાપક અભિયાન બની છે. નદીઓ અને જળસ્રોતોની સ્વચ્છતા જાળવવા નાગરિકોએ પોતાની દૈનિક આદતોમાં સ્વચ્છતાને સ્થાન આપવું જોઈએ અને સામૂહિક જવાબદારી નિભાવવી જોઈએ.

AUTHOR
R Gajjar

R Gajjar

Rupin Bakraniya is a seasoned journalist with over 11 years of experience, having contributed to leading media houses. He is currently associated with GrowthNow News, where he covers and analyzes a wide range of news, with a strong focus on complex global and economic narratives. He is recognized for his analytical depth, journalistic insight, and expertise in navigating complex issues and presenting them with clarity. [email protected]