Get News Alerts

Never miss breaking news updates.

Gold-Silver: ભાવમાં મોટો કડાકો: ફેડના હોકિશ વલણથી ગભરાયું બજાર, હવે કયા રહેશે નવા સપોર્ટ-રેઝિસ્ટન્સ?

Gold-Silver: આંતરરાષ્ટ્રીય કોમોડિટી માર્કેટમાં સોના અને ચાંદીના ભાવમાં ભારે ઘટાડો જોવા મળ્યો છે. અમેરિકી ફેડરલ રિઝર્વના ચેરમેન કેવિન વૉર્શના મોંઘવારી અંગેના આક્રમક વલણ બાદ વ્યાજદર વધવાની અટકળો તેજ બની છે.
Nisha Parmar
Nisha ParmarUpdated on: 29 Aug 2026 12:33 PM IST
Gold-Silver: ભાવમાં મોટો કડાકો: ફેડના હોકિશ વલણથી ગભરાયું બજાર, હવે કયા રહેશે નવા સપોર્ટ-રેઝિસ્ટન્સ?Gold-Silver: ભાવમાં મોટો કડાકો: ફેડના હોકિશ વલણથી ગભરાયું બજાર, હવે કયા રહેશે નવા સપોર્ટ-રેઝિસ્ટન્સ?

Gold-Silver: આંતરરાષ્ટ્રીય કોમોડિટી માર્કેટમાં સોના અને ચાંદીના ભાવમાં ભારે ઘટાડો જોવા મળ્યો છે. અમેરિકી ફેડરલ રિઝર્વના ચેરમેન કેવિન વૉર્શના મોંઘવારી અંગેના આક્રમક વલણ બાદ વ્યાજદર વધવાની અટકળો તેજ બની છે. તેની સીધી અસર કિંમતી ધાતુઓ પર પડી છે.

કેવિન વૉર્શના નિવેદનથી બજારમાં હલચલ

ફેડ ચેરમેન કેવિન વૉર્શે મોંઘવારીને 2 ટકાના લક્ષ્ય સુધી લાવવાને પ્રાથમિકતા આપવાનો સંકેત આપ્યો. વ્યાજદર ઊંચા રહેવાની અથવા વધવાની શક્યતાએ રોકાણકારોને સોનામાંથી નાણાં ખેંચવા પ્રેર્યા.

ગ્લોબલ માર્કેટમાં સોનામાં મોટો ઘટાડો

વૉર્શના નિવેદન બાદ ગ્લોબલ માર્કેટમાં સોનાની કિંમત લગભગ 3.5 ટકા સુધી ઘટી હતી. કોમૅક્સ પર સોનું લગભગ 161 ડૉલર ઘટીને 4,502 ડૉલર પ્રતિ ઔંસની આસપાસ પહોંચી ગયું.

સ્પોટ ગોલ્ડ પણ આશરે 3 ટકા ઘટીને 4,453 ડૉલર પ્રતિ ઔંસના સ્તરે આવ્યું હતું.

ચાંદીમાં પણ ભારે વેચવાલી

ચાંદીમાં પણ લગભગ 4.5 ટકાનો ઘટાડો નોંધાયો. તેની કિંમત 3.12 ડૉલર ઘટીને લગભગ 66.31 ડૉલર પ્રતિ ઔંસ થઈ હતી. ભારતીય ચલણ પ્રમાણે ચાંદીનો ભાવ આશરે ₹2.03 લાખ પ્રતિ કિલોગ્રામની આસપાસ આવ્યો હતો.

ભારતીય બજારમાં શું સ્થિતિ?

ભારતીય બજારમાં MCX પર સોનું લગભગ ₹1.56 લાખ પ્રતિ 10 ગ્રામ, જ્યારે ચાંદી લગભગ ₹2.35 લાખ પ્રતિ કિલોગ્રામના સ્તરે જોવા મળી.

સોનાના મહત્વના સપોર્ટ-રેઝિસ્ટન્સ

માર્કેટ એક્સપર્ટના જણાવ્યા અનુસાર આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાનું 4,450 ડૉલરનું સ્તર મહત્વનું સપોર્ટ છે. તેના નીચે 4,380 ડૉલર આગામી સપોર્ટ બની શકે છે.

ઉપરની તરફ 4,550 ડૉલર પ્રથમ મોટો રેઝિસ્ટન્સ, જ્યારે 4,620 ડૉલર આગળનું મહત્વનું સ્તર માનવામાં આવી રહ્યું છે.

ચાંદીમાં ક્યાં રહેશે નજર?

ચાંદી માટે 64 ડૉલર મહત્વનું સપોર્ટ છે. આ સ્તર તૂટે તો 62 ડૉલર સુધી નબળાઈ આવી શકે છે. જ્યારે ઉપરની તરફ 69 અને 71 ડૉલર મહત્વના રેઝિસ્ટન્સ બની શકે છે.

શું સોનાની તેજી હવે અટકી જશે?

હાલનો ઘટાડો મોટો છે, પરંતુ તેને સોનાની લાંબા ગાળાની તેજીનો અંત માનવું વહેલું છે. ગોલ્ડ ETFમાં સતત ખરીદી અને વિશ્વભરની સેન્ટ્રલ બેંકો દ્વારા સોનાની ખરીદી હજુ પણ કિંમતી ધાતુઓને સપોર્ટ આપી રહી છે. આગામી સમયમાં ફેડની નીતિ, ડૉલર અને વૈશ્વિક વ્યાજદર સોના-ચાંદીની દિશા નક્કી કરવામાં મહત્વની ભૂમિકા ભજવશે.

નોંધ: સોના-ચાંદીના ભાવમાં ઝડપથી ફેરફાર થઈ શકે છે. ઉપરના સપોર્ટ અને રેઝિસ્ટન્સ માત્ર બજાર વિશ્લેષણ છે, રોકાણની સલાહ નથી.

આ પણ વાંચો : Petrol-Diesel Price Today: આજે પેટ્રોલ-ડીઝલ સસ્તું થયું કે મોંઘું? જાણો તમારા શહેરના તાજા ભાવ

AUTHOR
Nisha Parmar

Nisha Parmar

Author details are not available.