Surat : ત્રીજા માળેથી પટકાયો 13 વર્ષનો કિશોર, ગરદનમાંથી સળિયો આરપાર નીકળી જતા કરાઈ સર્જરી

Surat : ઉન પાટિયા વિસ્તારમાંથી એક અત્યંત ગંભીર અને ચોંકાવનારી ઘટના સામે આવી છે. તિરુપતિ નગરમાં 13 વર્ષીય કિશોર ત્રીજા માળેથી નીચે પટકાતાં તેની ગરદનમાં લોખંડનો સળિયો ઘૂસી ગયો હતો.
Vivek Shah
Vivek ShahUpdated on: 26 Aug 2026 08:56 AM IST
Surat : ત્રીજા માળેથી પટકાયો 13 વર્ષનો કિશોર, ગરદનમાંથી સળિયો આરપાર નીકળી જતા કરાઈ સર્જરીSurat : ત્રીજા માળેથી પટકાયો 13 વર્ષનો કિશોર, ગરદનમાંથી સળિયો આરપાર નીકળી જતા કરાઈ સર્જરી

Surat

Surat : અકસ્માત એટલો ગંભીર હતો કે સળિયો કિશોરની ગરદનના ભાગેથી પ્રવેશીને મોઢામાંથી આરપાર નીકળી ગયો હતો. મળતી માહિતી મુજબ, મૂળ બિહારનો 13 વર્ષીય નાઝીસ ઉન પાટિયા વિસ્તારમાં આવેલા સ્થાનિક 'દારૂલ ઉલૂમ મેહમુદિયા' મદ્રેસામાં અભ્યાસ કરતો હતો. મદ્રેસા છૂટ્યા બાદ નાઝીસ પોતાના મિત્રો સાથે મસ્જિદના ત્રીજા માળે રમવા ગયો હતો.

બાળક ઉપરથી નીચે કૂદી પડયો

આ દરમિયાન રમતા-રમતા નાઝીસે મસ્જિદના ત્રીજા માળેથી બાજુમાં આવેલી નિર્માણાધીન બિલ્ડિંગ પર કૂદકો મારવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, કૂદકો મારતી વખતે તે નિર્માણાધીન બિલ્ડિંગ તરફ જવાને બદલે નીચે ગ્રાઉન્ડ ફ્લોર પર પટકાયો હતો. કિશોર નીચે પડતાં જ નિર્માણાધીન સ્થળ પર રહેલો લોખંડનો સળિયો તેના શરીરમાં ઘૂસી ગયો હતો. સળિયો ગરદનના ભાગેથી ઘૂસીને મોઢામાંથી આરપાર નીકળી જતાં ઘટનાસ્થળે હાજર લોકોમાં ભારે ગભરાટ ફેલાયો હતો. ગંભીર રીતે ઈજાગ્રસ્ત કિશોરને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

ડોકટરે તાત્કાલિક સારવાર શરૂ કરી

હોસ્પિટલ પહોંચાડ્યા બાદ તબીબોની ટીમે કિશોરની ગંભીર સ્થિતિને ધ્યાનમાં લઈને તાત્કાલિક સારવાર શરૂ કરી હતી. તબીબી ટીમ દ્વારા જરૂરી પ્રક્રિયા હાથ ધરવામાં આવી અને કિશોરની સર્જરી કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. હાલ કિશોર તબીબી દેખરેખ હેઠળ હોવાનું જાણવા મળી રહ્યું છે. સમગ્ર ઘટનાને પગલે પરિવારજનોમાં ચિંતા ફેલાઈ છે. બીજી તરફ, નિર્માણાધીન બિલ્ડિંગમાં સુરક્ષાના પૂરતા પગલાં લેવાયા હતા કે નહીં તે મુદ્દે પણ સવાલો ઊભા થઈ શકે છે.

પ્રાથમિક માહિતી પ્રમાણે કિશોર મિત્રો સાથે રમવા ગયો હતો અને બાજુની બિલ્ડિંગ પર કૂદવાનો પ્રયાસ અકસ્માતમાં પરિણમ્યો હતો. ઘટનાની ચોક્કસ પરિસ્થિતિ અંગે વધુ માહિતી તપાસ બાદ સામે આવી શકે છે. આ ઘટના બાળકોની સુરક્ષા અંગે પણ ચેતવણીરૂપ બની છે. ખાસ કરીને નિર્માણાધીન સ્થળો પર ખુલ્લા લોખંડના સળિયા અને અન્ય જોખમી સામગ્રી હોય ત્યારે બાળકો ત્યાં ન પહોંચે તે માટે પૂરતી સુરક્ષા વ્યવસ્થા રાખવી જરૂરી છે. હાલ કિશોરની સારવાર અને તબિયત અંગે વધુ અપડેટની રાહ જોવાઈ રહી છે.

આ પણ વાંચો : Gujarat Latest News Live : ગુજરાતમાં આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી

AUTHOR
Vivek Shah

Vivek Shah

વિવેક શાહ ગ્રોથ નાઉ ન્યૂઝમાં Senior Assignment Editor તરીકે કામ કરે છે. ક્રાઇમ હોય કે ઘટના, મૂળમાં ઉતરીને રિપોર્ટિંગ કરવાની આદતે તેમણે અલગ ઓળખ બનાવી છે.. તેમના દ્વારા લખાતી પોલીસ પંચાત સ્પેશયલ કોલમ ખાસ વંચાય છે.. 11 વર્ષનો બોહળો અનુભવ તેમણે મોટા નેટવર્કની વિવિધ ચેનલ્સ સાથે કામ કરીને કેળવ્યો છે