Surat News : પલસાણામાં બની ભયાનક ઘટના, બાંધકામ સાઈટ પરથી પટકાયેલા યુવકના શરીરમાં સળિયો આરપાર નીકળી ગયો

Surat News : સુરત જિલ્લાના પલસાણામાં સ્વામિનારાયણ મંદિરના બાંધકામ દરમિયાન એક ગંભીર અકસ્માત સર્જાયો છે.
Vivek Shah
Vivek ShahUpdated on: 26 Oct 2026 01:00 PM IST
Surat News : પલસાણામાં બની ભયાનક ઘટના, બાંધકામ સાઈટ પરથી પટકાયેલા યુવકના શરીરમાં સળિયો આરપાર નીકળી ગયોSurat News : પલસાણામાં બની ભયાનક ઘટના, બાંધકામ સાઈટ પરથી પટકાયેલા યુવકના શરીરમાં સળિયો આરપાર નીકળી ગયો

Horrific Accident in Palsana

Surat News : યુવકને ગંભીર હાલતમાં સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તબીબોએ ફાયર બ્રિગેડની મદદથી અઢી કલાકની જહેમત બાદ ઓપરેશન કરીને સળિયો બહાર કાઢ્યો હતો. હાલ યુવક વેન્ટિલેટર પર છે અને તેની સ્થિતિ ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.

પલસાણાના સ્વામિનારાયણ મંદિરના બાંધકામ દરમિયાન 18 વર્ષીય કિરણ ડામોર પહેલા માળેથી નીચે પટકાયો હતો. આ અકસ્માતમાં યુવકની ડાબી આંખ અને હાથના ભાગમાંથી સાડા ત્રણ ફૂટ લાંબો લોખંડનો સળિયો આરપાર નીકળી ગયો હતો. ઘટનાને પગલે સ્થાનિક લોકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા.

બાંધકામ પરથી પટકાયેલા યુવકના શરીરમાં સળિયો આરપાર

યુવકને સારવાર માટે લઈ જવામાં મુશ્કેલી પડતાં સ્થાનિકોએ ગ્રાઇન્ડરની મદદથી લોખંડનો સળિયો કાપ્યો હતો. ત્યારબાદ તેને તાત્કાલિક સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. યુવકની ગંભીર હાલતને ધ્યાનમાં રાખીને સિવિલ હોસ્પિટલના તબીબોએ ફાયર બ્રિગેડની મદદ લીધી હતી. તબીબી ટીમ અને ફાયર બ્રિગેડના સહયોગથી અઢી કલાક સુધી જહેમત બાદ ઓપરેશન હાથ ધરી શરીરમાં ફસાયેલો લોખંડનો સળિયો બહાર કાઢવામાં આવ્યો હતો.

સુરત સિવિલમાં તબીબોની ભારે જહેમત

મળતી માહિતી મુજબ, યુવકના મગજની નસોને નુકસાન પહોંચ્યું છે અને લોહીના પરિભ્રમણને અસર થઈ છે. હાલ યુવકને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યો છે અને તેની સ્થિતિ ગંભીર હોવાનું જણાવાયું છે. આ ઘટનાને પગલે બાંધકામ સ્થળે સલામતીનાં પગલાં અને અકસ્માતની પરિસ્થિતિ અંગે પણ સવાલો ઊભા થયા છે. હાલ યુવકની સારવાર ચાલુ છે અને તેની તબિયત અંગે વધુ સત્તાવાર માહિતીની રાહ જોવાઈ રહી છે.

આ પણ વાંચો : Vibrant Gujarat 2027 : વાઈબ્રન્ટ ગુજરાત 2027 પહેલાં ગુજરાત બનશે એરોસ્પેસ અને ડિફેન્સ મેન્યુફેક્ચરિંગનું મોટું કેન્દ્ર

AUTHOR
Vivek Shah

Vivek Shah

વિવેક શાહ ગ્રોથ નાઉ ન્યૂઝમાં Senior Assignment Editor તરીકે કામ કરે છે. ક્રાઇમ હોય કે ઘટના, મૂળમાં ઉતરીને રિપોર્ટિંગ કરવાની આદતે તેમણે અલગ ઓળખ બનાવી છે.. તેમના દ્વારા લખાતી પોલીસ પંચાત સ્પેશયલ કોલમ ખાસ વંચાય છે.. 11 વર્ષનો બોહળો અનુભવ તેમણે મોટા નેટવર્કની વિવિધ ચેનલ્સ સાથે કામ કરીને કેળવ્યો છે