Get News Alerts

Never miss breaking news updates.

Surat News: દશેરા નિમિત્તે વાહનોની ખરીદી માટે લોકોમાં ઉત્સાહ, ઢોલ-નગારા સાથે વાહનોની ડિલિવરી કરાઈ

Surat News: દશેરાના શુભ દિવસે નવું વાહન ખરીદવું અને ઘરે લઈ જવુ શુભ માનવામાં આવતું હોવાથી શહેરના વિવિધ વાહનોના શોરૂમમાં સવારથી જ લોકોની ભારે ભીડ જોવા મળી હતી.
Kunjan ShuklaUpdated on: 20 Oct 2026 02:23 PM IST
Surat News: દશેરા નિમિત્તે વાહનોની ખરીદી માટે લોકોમાં ઉત્સાહ, ઢોલ-નગારા સાથે વાહનોની ડિલિવરી કરાઈSurat News: દશેરા નિમિત્તે વાહનોની ખરીદી માટે લોકોમાં ઉત્સાહ, ઢોલ-નગારા સાથે વાહનોની ડિલિવરી કરાઈ

Surat News

Surat News: દશેરાના પાવન પર્વ નિમિત્તે સુરત શહેરમાં વાહનોની ખરીદીનો ઉત્સાહ જોવા મળ્યો હતો. દશેરાના શુભ દિવસે નવું વાહન ખરીદવું અને ઘરે લઈ જવુ શુભ માનવામાં આવતું હોવાથી શહેરના વિવિધ વાહનોના શોરૂમમાં સવારથી જ લોકોની ભારે ભીડ જોવા મળી હતી. ટુ-વ્હીલરથી લઈને ફોર-વ્હીલર સુધીના વાહનો ખરીદવા માટે મોટી સંખ્યામાં ગ્રાહકો શોરૂમમાં પહોંચ્યા હતા.

ગ્રાહકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો

દશેરાના પર્વને ખાસ બનાવવા માટે અનેક ગ્રાહકો પોતાના પરિવાર સાથે વાહનોની ડિલિવરી લેવા શોરૂમમાં આવ્યા હતા. આ દરમિયાન ઢોલ-નગારાના તાલ સાથે નવા વાહનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું. વાહનોની ડિલિવરી સમયે ગ્રાહકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. અનેક પરિવારો માટે નવા વાહનની ખરીદી માત્ર જરૂરિયાત નહીં, પરંતુ શુભ શરૂઆત અને આનંદની ક્ષણ બની હતી. સુરતના પીપલોદ વિસ્તારમાં આવેલા મોનાર્ક હ્યુન્ડાઈ શોરૂમમાં પણ દશેરાના પર્વ નિમિત્તે ગ્રાહકોનો ઉત્સાહ જોવા મળ્યો હતો. શોરૂમ દ્વારા મળેલી માહિતી મુજબ, દશેરાના દિવસે અહીં કુલ 40 વાહનોની ડિલિવરીનું આયોજન કરવામાં આવ્યું હતું. શુભ મુહૂર્તમાં નવા વાહનોની ચાવી મેળવીને ગ્રાહકોએ પોતાના પરિવાર સાથે આ પ્રસંગની ઉજવણી કરી હતી.

દશેરાના પર્વે શહેરમાં વાહન ખરીદીનો ઉત્સાહ છવાયો

દશેરાના દિવસે વાહન ખરીદવાની પરંપરાને કારણે દર વર્ષે વાહનોના શોરૂમમાં ખાસ ચહલપહલ જોવા મળે છે. લોકો અગાઉથી વાહન પસંદ કરીને બુકિંગ કરાવતા હોય છે અને દશેરાના શુભ દિવસે તેની ડિલિવરી લેવાનું પસંદ કરે છે. આ વર્ષે પણ સુરત શહેરના વિવિધ શોરૂમની બહાર વાહનો લેવા માટે ગ્રાહકોની ભીડ જોવા મળી હતી. આમ, દશેરાના પર્વે સુરતમાં વાહન ખરીદીનો ઉત્સાહ છવાયો હતો. ઢોલ-નગારા, પરિવારજનોની હાજરી અને નવા વાહનોની ડિલિવરી સાથે શહેરમાં તહેવારની ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.

આ પણ વાંચો: Harsh Sanghaviની જાપાનની નિપ્પોન સ્ટીલ સાથે બેઠક, ગુજરાતમાં સ્ટીલ ઉત્પાદન વધારવાની તકો પર ચર્ચા

AUTHOR
K

Kunjan Shukla

Author details are not available.