Surat Diamond Bourse Push : સુરત ડાયમંડ બુર્સને વેગ આપવા ગોવિંદ ધોળકિયાની પહેલ, દિવાળી પછી પોતાની ઓફિસ શરૂ કરવાનો સંકલ્પ



Surat Diamond Bourse
Surat Diamond Bourse Push : સુરત ડાયમંડ બુર્સને વેગ આપવા ગોવિંદ ધોળકિયાની પહેલ, દિવાળી પછી પોતાની ઓફિસ શરૂ કરવાનો સંકલ્પ



Surat Diamond Bourse
Surat Diamond Bourse Push : ડાયમંડ બુર્સને વધુ કાર્યરત અને વેગવંતુ બનાવવાના હેતુથી તેમણે સભ્યોને સંદેશ દ્વારા પત્ર લખ્યો છે. તેમાં તેમણે બુર્સને પોતાનું રોકાણ, ગૌરવ અને ભવિષ્ય ગણાવી સૌને સાથે મળીને આગળ વધવા હાકલ કરી છે.
ગોવિંદ ધોળકિયાએ પોતાના સંદેશમાં જણાવ્યું છે કે હવે માત્ર રાહ જોવાનો સમય રહ્યો નથી, પરંતુ સાથે મળીને આગળ વધવાનો સમય છે. તેમણે સભ્યોને અપીલ કરી છે કે દરેક વ્યક્તિએ પોતાની જવાબદારી સ્વીકારીને ડાયમંડ બુર્સમાં કામકાજ શરૂ કરવા માટે પહેલ કરવી જોઈએ. તેમણે સંકલ્પ વ્યક્ત કર્યો કે અન્ય સભ્યો આવે કે ન આવે, તેઓ પોતાની ઓફિસ શરૂ કરશે. આ સાથે તેમણે સ્પષ્ટ કર્યું કે દિવાળી પછી તેમની ઓફિસ સુરત ડાયમંડ બુર્સમાં જ હશે.
SDB આપણું રોકાણ, ગૌરવ અને ભવિષ્ય છે
તેમના આ સંદેશને બુર્સમાં સક્રિયતા વધારવા અને અન્ય સભ્યોને પણ પોતાની ઓફિસ શરૂ કરવા પ્રેરિત કરવાના પ્રયાસ તરીકે જોવામાં આવી રહ્યો છે. પત્રમાં ગોવિંદ ધોળકિયાએ સુરત ડાયમંડ બુર્સ સાથે સભ્યોના આર્થિક હિત અને ભવિષ્યને જોડ્યું છે.
તેમના જણાવ્યા મુજબ, SDB માત્ર એક ઇમારત કે વ્યવસાયિક સ્થળ નથી, પરંતુ સભ્યોનું રોકાણ, ગૌરવ અને સામૂહિક ભવિષ્ય છે. તેમણે સૌને એકબીજાનો હાથ પકડીને સાથે આગળ વધવાનો સંદેશ આપ્યો છે. ડાયમંડ બુર્સને સફળ બનાવવા માટે વ્યક્તિગત પહેલની સાથે સામૂહિક સહયોગ પણ જરૂરી છે, એવો સંદેશ તેમના પત્રમાંથી મળે છે.
દિવાળી પછી ઓફિસ શરૂ કરવાનો સંકલ્પ
ગોવિંદ ધોળકિયાએ દિવાળી પછી SDBમાં પોતાની ઓફિસ શરૂ કરવાની જાહેરાત કરીને સભ્યોને પહેલ કરવાનો સંદેશ આપ્યો છે. આ પહેલથી અન્ય સભ્યો પણ પોતાની ઓફિસ શરૂ કરવા પ્રેરિત થાય અને બુર્સમાં વ્યાપારી પ્રવૃત્તિઓને વેગ મળે તેવી અપેક્ષા વ્યક્ત થઈ રહી છે.
તેમણે પોતાના સંદેશના અંતે ‘જય શ્રી કૃષ્ણ’ અને ‘જય જિનેન્દ્ર’ લખીને SDBના તમામ સભ્યોને સંબોધ્યા હતા. સુરત ડાયમંડ બુર્સને વધુ સક્રિય બનાવવા માટે ચેરમેન દ્વારા કરવામાં આવેલી આ અપીલ બાદ હવે અન્ય સભ્યો કેવી રીતે પ્રતિસાદ આપે છે તે મહત્વપૂર્ણ રહેશે. દિવાળી પછી કેટલી ઓફિસો શરૂ થાય છે અને બુર્સની કામગીરીમાં કેટલો વધારો થાય છે તે આગામી સમયમાં સ્પષ્ટ થશે.

Vivek Shah
વિવેક શાહ ગ્રોથ નાઉ ન્યૂઝમાં Senior Assignment Editor તરીકે કામ કરે છે. ક્રાઇમ હોય કે ઘટના, મૂળમાં ઉતરીને રિપોર્ટિંગ કરવાની આદતે તેમણે અલગ ઓળખ બનાવી છે.. તેમના દ્વારા લખાતી પોલીસ પંચાત સ્પેશયલ કોલમ ખાસ વંચાય છે.. 11 વર્ષનો બોહળો અનુભવ તેમણે મોટા નેટવર્કની વિવિધ ચેનલ્સ સાથે કામ કરીને કેળવ્યો છે





