Surat News : દિવાળીએ ખાનગી બસોનાં ભાડાં ડબલથી પણ વધુ! EX MLA ધીરુ ગજેરાએ ભાડા ઘટાડવા કરી રજૂઆત



Dhiru Gajera Urges Private Bus Operators
Surat News : દિવાળીએ ખાનગી બસોનાં ભાડાં ડબલથી પણ વધુ! EX MLA ધીરુ ગજેરાએ ભાડા ઘટાડવા કરી રજૂઆત



Dhiru Gajera Urges Private Bus Operators
Surat News : તહેવારના દિવસોમાં બસનાં ભાડાં ડબલથી પણ વધુ થઈ જતાં મધ્યમ વર્ગના મુસાફરોને આર્થિક મુશ્કેલીનો સામનો કરવો પડે છે. આ મુદ્દે પૂર્વ ધારાસભ્ય ધીરુ ગજેરાએ વેદના વ્યક્ત કરી છે અને ખાનગી લક્ઝરી બસ એસોસિએશનને ભાડાં ઘટાડવા માટે રજૂઆત કરી છે.
પૂર્વ ધારાસભ્ય ધીરુ ગજેરાએ આ મુદ્દે સોશિયલ મીડિયા પર એક વીડિયો અપલોડ કર્યો છે. વીડિયોમાં તેમણે દિવાળીના તહેવાર દરમિયાન ખાનગી બસ સંચાલકો દ્વારા વસૂલવામાં આવતા ઊંચા ભાડાં અંગે સવાલો ઉઠાવ્યા છે. તેમણે જણાવ્યું કે લોકો આખું વર્ષ ખાનગી બસોમાં મુસાફરી કરે છે, પરંતુ દિવાળીના 10થી 15 દિવસ દરમિયાન ભાડાં ડબલ કે તેથી પણ વધારે થઈ જાય છે.
દિવાળીના સમયે ભાડા વધતા હોવાની વાત
ધીરુ ગજેરાએ બસ સંચાલકોને સવાલ કર્યો કે વર્ષભર તમારી બસોમાં મુસાફરી કરતા લોકો પાસેથી તહેવારના દિવસોમાં આટલું વધારે ભાડું શા માટે વસૂલવામાં આવે છે? તેમણે લક્ઝરી બસ એસોસિએશનને મુસાફરોની મુશ્કેલીઓ ધ્યાનમાં રાખીને ભાડાં ઘટાડવા અપીલ કરી છે.
મહત્ત્વની વાત એ છે કે દિવાળીના સમયગાળા દરમિયાન ખાનગી લક્ઝરી બસોમાં સોફાની સીટનું ભાડું અંદાજે ₹2,500થી ₹3,000 સુધી પહોંચતું હોવાની માહિતી સામે આવી છે. સામાન્ય દિવસોની સરખામણીએ તહેવાર દરમિયાન ભાડાંમાં મોટો વધારો થતો હોવાની ફરિયાદો વચ્ચે મુસાફરોના બજેટ પર વધારાનો બોજ પડે છે.
સુરતમાં દિવાળી બસ ભાડાનો મુદ્દો ગરમાયો
દિવાળી દરમિયાન નોકરી, વ્યવસાય અને પરિવારના પ્રસંગોને કારણે અનેક લોકો પોતાના વતન અથવા અન્ય શહેરોમાં મુસાફરી કરતા હોય છે. આ સમયે મુસાફરોની સંખ્યામાં વધારો થતો હોવાથી બસોની ટિકિટની માંગ પણ વધે છે. જોકે, ભાડાંમાં મોટો વધારો થવાથી ખાસ કરીને મધ્યમ વર્ગ અને સામાન્ય આવક ધરાવતા પરિવારો માટે મુસાફરી મોંઘી બની જાય છે. આ મુદ્દે હવે ધીરુ ગજેરા મેદાને આવ્યા છે.
તેમણે ખાનગી લક્ઝરી બસ એસોસિએશનને મુસાફરોના હિતમાં યોગ્ય નિર્ણય લેવા અને દિવાળીના તહેવાર દરમિયાન ભાડાં ઘટાડવા રજૂઆત કરી છે. હવે બસ સંચાલકો અને એસોસિએશન દ્વારા આ રજૂઆત અંગે શું વલણ અપનાવવામાં આવે છે અને તહેવારના સમયગાળામાં ભાડાંને લઈને કોઈ રાહત આપવામાં આવે છે કે નહીં તેના પર મુસાફરોની નજર રહેશે.

Vivek Shah
વિવેક શાહ ગ્રોથ નાઉ ન્યૂઝમાં Senior Assignment Editor તરીકે કામ કરે છે. ક્રાઇમ હોય કે ઘટના, મૂળમાં ઉતરીને રિપોર્ટિંગ કરવાની આદતે તેમણે અલગ ઓળખ બનાવી છે.. તેમના દ્વારા લખાતી પોલીસ પંચાત સ્પેશયલ કોલમ ખાસ વંચાય છે.. 11 વર્ષનો બોહળો અનુભવ તેમણે મોટા નેટવર્કની વિવિધ ચેનલ્સ સાથે કામ કરીને કેળવ્યો છે





