Get News Alerts

Never miss breaking news updates.

Surat પાલિકાના નામે બોગસ નિમણૂંક પત્ર! રિક્રૂટમેન્ટ ઓફિસરની સતર્કતાથી ખેલ પકડાયો

Surat માં સુરત મહાનગરપાલિકાના નામે બોગસ નિમણૂક પત્ર બનાવી છેતરપિંડી કરવાનો પ્રયાસ સામે આવ્યો છે. શનિવારે બપોરે તાપી ભવન ખાતે એક રાજસ્થાની મહિલા હાથમાં નિમણૂક પત્ર લઈને પહોંચી હતી.
Vivek Shah
Vivek ShahUpdated on: 30 Aug 2026 11:40 AM IST
Surat પાલિકાના નામે બોગસ નિમણૂંક પત્ર! રિક્રૂટમેન્ટ ઓફિસરની સતર્કતાથી ખેલ પકડાયોSurat પાલિકાના નામે બોગસ નિમણૂંક પત્ર! રિક્રૂટમેન્ટ ઓફિસરની સતર્કતાથી ખેલ પકડાયો

Surat

Surat : પત્ર પર સરકારી ભાષામાં લખાણ તેમજ કલેક્ટરનો સ્ટેમ્પ જોવા મળતા રિક્રૂટમેન્ટ ઓફિસરને શંકા ગઈ હતી. નિમણૂક પત્રની ખરાઈ કરતાં સમગ્ર મામલો શંકાસ્પદ હોવાનું સામે આવ્યું હતું. અધિકારીએ પત્રની તપાસ કરતા તે સુરત મહાનગરપાલિકા દ્વારા આપવામાં આવેલો સત્તાવાર નિમણૂક પત્ર ન હોવાનું સામે આવ્યું હતું.

આ રીતે પાલિકાના નામ અને સરકારી દસ્તાવેજ જેવા દેખાતા પત્રનો ઉપયોગ કરીને લોકોને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ થયો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે.

નોકરીના નામે ફેકવાડાનો પર્દાફાશ

મહત્વની વાત એ છે કે આ પત્ર મહારાષ્ટ્રથી મોકલવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે અને તે રાજસ્થાનના સરનામે પોસ્ટ મારફતે પહોંચ્યો હોવાનું જાણવા મળ્યું છે. મહિલા આ પત્ર લઈને સુરતના તાપી ભવન ખાતે પહોંચી હતી. ખરાઈ દરમિયાન વધુ એક મહત્વની બાબત સામે આવી હતી. મહિલાએ સુરત મહાનગરપાલિકાની નોકરી માટે કોઈ અરજી કરી ન હોવાનું પણ જાણવા મળ્યું હતું. સાથે જ આ સમગ્ર મામલે મહિલાએ કોઈ નાણાં લીધા ન હોવાનું પણ સામે આવ્યું છે.

જેના કારણે બોગસ નિમણૂક પત્ર તૈયાર કરીને તેનો ઉપયોગ કેવી રીતે અને શા માટે કરવામાં આવ્યો તે અંગે સવાલો ઊભા થયા છે. રિક્રૂટમેન્ટ ઓફિસરની સમયસરની સતર્કતાને કારણે નકલી દસ્તાવેજનો ખેલ પકડાઈ ગયો હતો. જો પત્રની યોગ્ય રીતે ખરાઈ કરવામાં ન આવી હોત તો આ પ્રકારના બનાવટી દસ્તાવેજનો ઉપયોગ કરીને આગળ વધુ લોકોને છેતરવાનો પ્રયાસ થઈ શકે તેવી શક્યતા હતી.

રિક્રૂટમેન્ટ ઓફિસરની સતર્કતાથી ભાંડો ફૂટ્યો

આ ઘટનાને પગલે સુરત મહાનગરપાલિકા દ્વારા લોકોને ખાસ સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે. કોઈપણ અજાણી વ્યક્તિ નોકરી અપાવવાના નામે રોકડ અથવા ઓનલાઈન નાણાંની માંગણી કરે તો તરત જ સાવધાન રહેવા જણાવાયું છે. પાલિકા દ્વારા લોકોને સલાહ આપવામાં આવી છે કે નોકરી સંબંધિત કોઈપણ દસ્તાવેજ મળ્યા બાદ તેની સત્તાવાર રીતે ખરાઈ કર્યા વિના તેના પર વિશ્વાસ ન કરવો.

ખાસ કરીને શંકાસ્પદ નિમણૂક પત્ર, સરકારી સ્ટેમ્પ અથવા સહી ધરાવતા દસ્તાવેજો જણાય તો તાત્કાલિક રિક્રૂટમેન્ટ વિભાગનો સંપર્ક કરવો. સુરત મહાનગરપાલિકાના નામે સામે આવેલા આ બોગસ નિમણૂક પત્રના મામલાએ નોકરીના નામે ચાલતા ફેકવાડા સામે ફરી એકવાર ચેતવણી આપી છે. નોકરીની લાલચમાં અજાણ્યા વ્યક્તિને રૂપિયા આપતા પહેલાં સત્તાવાર માહિતીની ખરાઈ કરવી અત્યંત જરૂરી છે.

આ પણ વાંચો : Surat માં એન્જિનિયર યુવકને શેરબજારમાં 5% નફાની લાલચ આપી ઠગે રૂ.13.10 લાખની છેતરપિંડી આચરી

AUTHOR
Vivek Shah

Vivek Shah

વિવેક શાહ મિડીયા ક્ષેત્રે બહોળો અનુભવ ધરાવે છે, TV9 Gujaratiમાં તેમણે રીપોર્ટર અને પ્રોડયુસર તરીકે પણ 7 વર્ષ કરતા વધુ સમય કામ કર્યુ છે, સાથે સાથે ABP Asmitaમાં 2 વર્ષ જેટલો સમય Associate Producer તરીકે કામ કર્યુ છે અને Sandesh NEWS Digitalમાં છેલ્લા 2 વર્ષ Senior Sub Editor તરીકે કામ કર્યુ છે. ગુજરાત ફર્સ્ટમાં Assistant Ediotor તરીકે તેમણે 3 મહિના કામ કર્યુ અને હાલમાં તેઓ Growthnow NEWS માં Senior Assignment Editor તરીકે ડિજિટલ વિભાગમાં કામ કરી રહ્યાં છે.