Surat : સમરસ બોયઝ હોસ્ટેલમાં ભોજનમાંથી નીકળ્યો કોકરોજ, વિદ્યાર્થીઓએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો



Surat Samaras Boys Hostel
Surat : સમરસ બોયઝ હોસ્ટેલમાં ભોજનમાંથી નીકળ્યો કોકરોજ, વિદ્યાર્થીઓએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો



Surat Samaras Boys Hostel
Surat : વિદ્યાર્થીઓના આક્ષેપ મુજબ, ભોજનની થાળીમાં કોકરોજ મળી આવતા સમગ્ર મામલો ગરમાયો હતો. આ ઘટનાને પગલે હોસ્ટેલના વિદ્યાર્થીઓમાં ભારે રોષ ફેલાયો હતો. વિદ્યાર્થીઓએ ભોજનની ગુણવત્તા અને સ્વચ્છતા અંગે સવાલો ઉઠાવ્યા હતા.
વિદ્યાર્થીઓનું કહેવું છે કે હોસ્ટેલમાં આપવામાં આવતા ભોજનમાં સ્વચ્છતાનું પૂરતું ધ્યાન રાખવામાં આવતું નથી અને આવી ઘટનાઓને કારણે વિદ્યાર્થીઓના આરોગ્ય સામે પણ સવાલો ઉભા થાય છે.
થાળીમાં કોકરોજ મળતા વિદ્યાર્થીઓ રોષે ભરાયા
આ અગાઉ સુરતની સમરસ ગર્લ્સ હોસ્ટેલમાં પણ જમવાની થાળીમાં ઈયળ મળી હોવાની ઘટના સામે આવી હતી. હવે સમરસ બોયઝ હોસ્ટેલમાં કોકરોજ મળ્યાની ઘટનાએ વિદ્યાર્થીઓના રોષમાં વધુ વધારો કર્યો છે. ઘટનાના વિરોધમાં સમરસ બોયઝ હોસ્ટેલના વિદ્યાર્થીઓ તેમજ ABVPના કાર્યકરો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.
વિદ્યાર્થીઓએ હોસ્ટેલની બહાર એકઠા થઈને ઉગ્ર સૂત્રોચાર કર્યા હતા. સાથે જ જમવાની થાળીઓ વગાડીને પોતાની નારાજગી વ્યક્ત કરી હતી. વિદ્યાર્થીઓએ હોસ્ટેલમાં આપવામાં આવતા ભોજનની ગુણવત્તા અને સ્વચ્છતાની યોગ્ય તપાસ કરવાની માંગ કરી છે. તેમજ આવી ઘટનાઓનું પુનરાવર્તન ન થાય તે માટે જવાબદાર તંત્ર દ્વારા યોગ્ય પગલાં લેવામાં આવે તેવી માંગ ઉઠી છે.
સુરતની સમરસ હોસ્ટેલમાં ભોજન મુદ્દે વિરોધ
વિરોધ પ્રદર્શન દરમિયાન વિદ્યાર્થીઓએ ભોજન વ્યવસ્થાને લઈને અનેક સવાલો ઉઠાવ્યા હતા. વિદ્યાર્થીઓનું કહેવું છે કે હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓને આપવામાં આવતા ભોજનમાં સ્વચ્છતા અને ગુણવત્તા જાળવવી અત્યંત જરૂરી છે. જો ભોજનમાં કીટકો મળી આવે તો સમગ્ર ફૂડ મેનેજમેન્ટ સિસ્ટમની તપાસ થવી જોઈએ.
હાલ સમરસ બોયઝ હોસ્ટેલમાં ભોજનમાંથી કોકરોજ મળ્યાની ઘટનાને લઈને વિદ્યાર્થીઓમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. વિદ્યાર્થીઓ અને ABVP દ્વારા કરવામાં આવેલા વિરોધ બાદ હવે તંત્ર દ્વારા આ મામલે શું કાર્યવાહી કરવામાં આવે છે અને ભોજન વ્યવસ્થામાં કોઈ ફેરફાર કરવામાં આવે છે કે કેમ, તેના પર સૌની નજર છે.

Vivek Shah
વિવેક શાહ મિડીયા ક્ષેત્રે બહોળો અનુભવ ધરાવે છે, TV9 Gujaratiમાં તેમણે રીપોર્ટર અને પ્રોડયુસર તરીકે પણ 7 વર્ષ કરતા વધુ સમય કામ કર્યુ છે, સાથે સાથે ABP Asmitaમાં 2 વર્ષ જેટલો સમય Associate Producer તરીકે કામ કર્યુ છે અને Sandesh NEWS Digitalમાં છેલ્લા 2 વર્ષ Senior Sub Editor તરીકે કામ કર્યુ છે. ગુજરાત ફર્સ્ટમાં Assistant Ediotor તરીકે તેમણે 3 મહિના કામ કર્યુ અને હાલમાં તેઓ Growthnow NEWS માં Senior Assignment Editor તરીકે ડિજિટલ વિભાગમાં કામ કરી રહ્યાં છે.



