Get News Alerts

Never miss breaking news updates.

Sabarkantha: પ્રાંતિજના કાટવાડ પાટિયા પાસે દેહવ્યાપારના કથિત ગોરખધંધાનો પર્દાફાશ, 3 યુવતીઓને મુક્ત કરાવાઈ

Sabarkantha: સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજમાં કાટવાડ પાટિયા નજીક ગેસ્ટ હાઉસની આડમાં ચાલતા દેહવ્યાપારના કથિત ગોરખધંધાનો પર્દાફાશ થયો છે.
Kunjan ShuklaUpdated on: 17 Oct 2026 01:14 PM IST
Sabarkantha: પ્રાંતિજના કાટવાડ પાટિયા પાસે દેહવ્યાપારના કથિત ગોરખધંધાનો પર્દાફાશ, 3 યુવતીઓને મુક્ત કરાવાઈSabarkantha: પ્રાંતિજના કાટવાડ પાટિયા પાસે દેહવ્યાપારના કથિત ગોરખધંધાનો પર્દાફાશ, 3 યુવતીઓને મુક્ત કરાવાઈ

Sabarkantha

Sabarkantha: સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજમાં કાટવાડ પાટિયા નજીક ગેસ્ટ હાઉસની આડમાં ચાલતા દેહવ્યાપારના કથિત ગોરખધંધાનો પર્દાફાશ થયો છે. એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ (AHTU)ની ટીમે ડમી ગ્રાહક મોકલી દરોડો પાડતાં ગેસ્ટ હાઉસમાંથી ત્રણ યુવતીઓ મળી આવી હતી. પોલીસે યુવતીઓને મુક્ત કરાવી આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

માહિતીના આધારે AHTUની ટીમે કાર્યવાહી હાથ ધરી

મળતી માહિતી અનુસાર, પ્રાંતિજના કાટવાડ પાટિયા નજીક આવેલા રાજ ગેસ્ટ હાઉસમાં બહારથી યુવતીઓને બોલાવી દેહવ્યાપાર ચલાવવામાં આવતો હોવાની માહિતીના આધારે AHTUની ટીમે કાર્યવાહી હાથ ધરી હતી. આ ગેસ્ટ હાઉસમાં અમદાવાદ સહિત અન્ય વિસ્તારોમાંથી યુવતીઓને બોલાવવામાં આવતી હોવાની વિગતો સામે આવી છે.

ગેસ્ટ હાઉસના સંચાલક વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો

માહિતીના આધારે AHTUની ટીમે સૌપ્રથમ ડમી ગ્રાહક મોકલી સમગ્ર મામલાની ખરાઈ કરી હતી. ત્યારબાદ ટીમે ગેસ્ટ હાઉસમાં દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન સ્થળ પરથી ત્રણ યુવતીઓ મળી આવતાં તેમને મુક્ત કરાવવામાં આવી હતી. આ કાર્યવાહીથી ગેસ્ટ હાઉસની આડમાં ચાલતી કથિત ગેરકાયદેસર પ્રવૃત્તિનો પર્દાફાશ થયો હતો. સમગ્ર મામલે પ્રાંતિજ પોલીસ મથકે રાજ ગેસ્ટ હાઉસના સંચાલક વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે. ગુનો નોંધાયા બાદ પોલીસે મુખ્ય આરોપી સંચાલકની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

બે સંચાલકોની ધરપકડ કરવામાં આવી

આ ઉપરાંત, આ કથિત પ્રવૃત્તિમાં સંડોવણી હોવાની આશંકા ધરાવતા અન્ય બે સંચાલકોની ધરપકડ કરવા માટે પણ પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. સમગ્ર નેટવર્ક કેવી રીતે ચાલતું હતું, યુવતીઓને ક્યાંથી લાવવામાં આવતી હતી અને તેમાં અન્ય કોઈ વ્યક્તિઓની સંડોવણી છે કે કેમ તે સહિતના મુદ્દાઓ પર તપાસ કરવામાં આવી રહી છે. પ્રાંતિજમાં થયેલી આ કાર્યવાહીથી વિસ્તારમાં ચકચાર મચી છે. હાલ પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે અને તપાસ પૂર્ણ થયા બાદ સમગ્ર મામલે વધુ વિગતો સામે આવી શકે છે.

આ પણ વાંચો: Gandhinagar: કલોલના કરોલી નજીક સિંઘલ ઈન્ડસ્ટ્રીઝમાં લાગી આગ, ફાયર ફાઈટરની ટીમ ઘટનાસ્થળે પહોંચી

AUTHOR
K

Kunjan Shukla

Author details are not available.