Mehsana News: પૂર્વ DyCM નીતિન પટેલ ફરી સક્રિય, 'સોમેશ્વર સેવા તીર્થ' કાર્યાલયનો કર્યો પ્રારંભ, કોંગ્રેસને આપી જાહેર ડિબેટ કરવાની ચેલેન્જ


Mehsana News
Mehsana News: પૂર્વ DyCM નીતિન પટેલ ફરી સક્રિય, 'સોમેશ્વર સેવા તીર્થ' કાર્યાલયનો કર્યો પ્રારંભ, કોંગ્રેસને આપી જાહેર ડિબેટ કરવાની ચેલેન્જ


Mehsana News
Mehsana News: ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યમંત્રી અને ભાજપના દિગ્ગજ નેતા નીતિન પટેલ મહેસાણામાં ફરી સક્રિય થયા છે. તેમણે મહેસાણામાં પોતાના નવા કાર્યાલય 'સોમેશ્વર સેવા તીર્થ'નો પ્રારંભ કર્યો હતો. આ પ્રસંગે મોટી સંખ્યામાં તેમના સમર્થકો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યાલયના પ્રારંભ સાથે નીતિન પટેલે કોંગ્રેસના આક્ષેપોનો જવાબ આપતાં ગુજરાત કોંગ્રેસના નેતાઓને જાહેરમાં ડિબેટ કરવાનો ખુલ્લો પડકાર પણ આપ્યો હતો.
'સોમેશ્વર સેવા તીર્થ' કાર્યાલયનો પ્રારંભ
પૂર્વ DyCM નીતિન પટેલે જણાવ્યું હતું કે, જ્યારે તેઓ મહેસાણા વિધાનસભાની ચૂંટણી લડતા હતા ત્યારે આ જ કાર્યાલય પરથી લોકોની સેવા કરતા હતા. આ કાર્યાલયમાં લોકો તેમને મળવા આવતા હતા અને તેમની રજૂઆતો સાંભળવામાં આવતી હતી. હવે ફરી આ કાર્યાલયના માધ્યમથી લોકોની સેવા કરવામાં આવશે તેમ તેમણે જણાવ્યું હતું. કાર્યાલય શરૂ થતાં તેમના સમર્થકોમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો.
કોંગ્રેસને જાહેર ડિબેટ માટે ખુલ્લો પડકાર
મહેસાણા કોંગ્રેસ ભવન ખાતે મહારાષ્ટ્રના સાંસદ દ્વારા યોજાયેલી પત્રકાર પરિષદમાં ચર્ચાયેલા મુદ્દાઓને લઈને પૂર્વ DyCM નીતિન પટેલે પલટવાર કર્યો હતો. તેમણે કહ્યું કે કોંગ્રેસ છેલ્લા 25 વર્ષથી આક્ષેપો કરવાની ટેવ ધરાવે છે અને હવે તેની પાસે માત્ર આક્ષેપો કરવાનું જ બાકી રહ્યું છે. પૂર્વ DyCM નીતિન પટેલે જણાવ્યું કે લોકશાહીમાં કોઈ પક્ષ આક્ષેપ કરે તો તેનો જવાબ આપવો એ તેમની ફરજ અને જવાબદારી છે. તેમણે ગુજરાત કોંગ્રેસના કોઈપણ નેતાને આ મુદ્દે જાહેરમાં ચર્ચા કરવા આમંત્રણ આપ્યું હતું.
અમિત ચાવડા સહિતના નેતાઓને આમંત્રણ
પૂર્વ DyCM નીતિન પટેલે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા સહિતના કોઈપણ નેતા સાથે જાહેર ડિબેટ કરવા તૈયારી દર્શાવી હતી. જરૂર પડે તો મહેસાણા કે અમદાવાદમાં ચર્ચા કરવા પણ તેઓ તૈયાર હોવાનું જણાવ્યું હતું. તેમણે ભાજપ અને સરકાર વતી જનતા સમક્ષ હકીકતો રજૂ કરવાની તૈયારી દર્શાવી અને કોંગ્રેસના નેતાઓને જનતાને ગેરમાર્ગે ન દોરવા અપીલ કરી હતી. આ નિવેદનથી ગુજરાતના રાજકારણમાં ફરી ચર્ચા શરૂ થઈ છે.
આ પણ વાંચો: Amreli Fire: ધારી-બગસરા રોડ પર ગૌચર સંશોધન કેન્દ્રમાં લાગી આગ, મોટા પ્રમાણમાં સૂકું ઘાસ બળીને ખાખ





