Kutch : જખૌ રોડ પર મળેલા મૃતદેહનો ભેદ ઉકેલાયો, પથ્થરથી હત્યા કરનાર આરોપીને પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપ્યો



Kutch Murder Acuuzed
Kutch : જખૌ રોડ પર મળેલા મૃતદેહનો ભેદ ઉકેલાયો, પથ્થરથી હત્યા કરનાર આરોપીને પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપ્યો



Kutch Murder Acuuzed
Kutch : જખૌ-નલિયા રોડ પર ઓધવરામ ગેટ પાસે બાવળની ઝાડીમાંથી અજાણ્યા પુરુષની લાશ મળી આવ્યા બાદ પોલીસે સમગ્ર મામલે સઘન તપાસ હાથ ધરી હતી. ગત 5 સપ્ટેમ્બર 2026ના રોજ જખૌ ગામે ઓધવરામ ગેટ નજીક રોડની બાજુમાં બાવળની ઝાડીમાંથી એક અજાણ્યા પુરુષની લાશ મળી આવી હતી.
ઘટનાની જાણ થતાં જ જખૌ પોલીસ સ્ટેશનની ટીમ તેમજ SDPO મનિષા દેસાઈ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી હતી. શરૂઆતમાં આ મામલે અકસ્માતે મોતનો ગુનો નોંધવામાં આવ્યો હતો.
જખૌ પોલીસની મોટી સફળતા
તપાસ દરમિયાન મૃતકના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં માથાના ભાગે ગંભીર ઇજાઓ હોવાનું સામે આવ્યું હતું. જેના પગલે પોલીસને આ ઘટના અકસ્માત નહીં પરંતુ હત્યા હોવાની શંકા મજબૂત બની હતી. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને જખૌ PSI આર.જે. ગોહિલની ટીમની ત્રણ અલગ-અલગ ટીમો બનાવી તપાસ શરૂ કરવામાં આવી હતી. એક ટીમ દ્વારા CCTV સર્વેલન્સ કરવામાં આવ્યું હતું, બીજી ટીમે જખૌ બંદર પર ગુમ થયેલા માછીમારો અંગે માહિતી એકત્ર કરી હતી.
જ્યારે ત્રીજી ટીમે સ્થાનિકો અને માછીમારો વચ્ચે તાજેતરમાં થયેલા ઝઘડાઓ અંગે તપાસ હાથ ધરી હતી. દરમિયાન SOGના ASI જોરાવરસિંહ જાડેજાને મળેલી ગુપ્ત બાતમીના આધારે તપાસ આગળ વધારવામાં આવી હતી. જખૌ બંદર ખાતે થયેલી બોલાચાલી અંગે મહત્વની કડી પોલીસના હાથ લાગી હતી. ફિશરીઝ વિભાગની ટોકન મેનેજમેન્ટ સિસ્ટમની મદદથી શંકાસ્પદ વ્યક્તિ અંગે માહિતી મેળવી પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.
જખૌ પોલીસે ગણતરીના દિવસોમાં ભેદ ઉકેલ્યો હત્યાનો
તપાસ દરમિયાન મૃતકની ઓળખ ઓસમાન ઉમર કેર તરીકે થઈ હતી, જે ગાંધીનગરી, ઓખા, દેવભૂમિ દ્વારકાનો રહેવાસી હોવાનું સામે આવ્યું હતું. પોલીસે શંકાસ્પદ હાજી જુમા સિદ્દીની પૂછપરછ કરતા મૃતક સાથે ઝઘડો થયો હોવાની અને ત્યારબાદ પથ્થર વડે તેના માથાના ભાગે હુમલો કર્યાની હકીકત સામે આવી હતી. હુમલામાં ગંભીર ઇજાઓ થતાં મૃતકનું મોત થયું હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું. આમ, જખૌ પોલીસ અને SOGની સંયુક્ત તપાસથી હત્યાના ગુનાનો ભેદ ઉકેલાયો અને મુખ્ય આરોપી હાજી જુમા સિદ્દીને ઝડપી પાડવામાં આવ્યો છે. આરોપી સામે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
આ પણ વાંચો : Amreli માં ખનીજ માફિયાઓ સામે મામલતદારની લાલ આંખ, 15.8 ટન રેતી ભરેલું ડમ્પર ઝડપાયું

Vivek Shah
વિવેક શાહ મિડીયા ક્ષેત્રે બહોળો અનુભવ ધરાવે છે, TV9 Gujaratiમાં તેમણે રીપોર્ટર અને પ્રોડયુસર તરીકે પણ 7 વર્ષ કરતા વધુ સમય કામ કર્યુ છે, સાથે સાથે ABP Asmitaમાં 2 વર્ષ જેટલો સમય Associate Producer તરીકે કામ કર્યુ છે અને Sandesh NEWS Digitalમાં છેલ્લા 2 વર્ષ Senior Sub Editor તરીકે કામ કર્યુ છે. ગુજરાત ફર્સ્ટમાં Assistant Ediotor તરીકે તેમણે 3 મહિના કામ કર્યુ અને હાલમાં તેઓ Growthnow NEWS માં Senior Assignment Editor તરીકે ડિજિટલ વિભાગમાં કામ કરી રહ્યાં છે.



