Gujarat Police Building Maintenance : ગુજરાત પોલીસમાં મકાન મરામત માટે નવી SOP જાહેર, ક્વોટેશન પદ્ધતિમાં મોટો ફેરફાર


Gujarat Police Building Maintenance
Gujarat Police Building Maintenance : ગુજરાત પોલીસમાં મકાન મરામત માટે નવી SOP જાહેર, ક્વોટેશન પદ્ધતિમાં મોટો ફેરફાર


Gujarat Police Building Maintenance
Gujarat Police Building Maintenance : નવી વ્યવસ્થા હેઠળ મરામતનાં કામ માટે ત્રણ ક્વોટેશન મેળવવાની જૂની પદ્ધતિને બદલે જરૂરી સામગ્રીનાં ત્રણ ક્વોટેશન મેળવીને માલસામાનનો પૂરતો જથ્થો અગાઉથી સ્ટોકમાં રાખવાની વ્યવસ્થા અમલમાં આવશે.
₹19 કરોડનાં મરામત કામોની સમીક્ષા બાદ નિર્ણય વર્ષ 2025-26 દરમિયાન ચાલુ મરામત ગ્રાન્ટ હેઠળ થયેલાં કામોની સમીક્ષા દરમિયાન કુલ 4,789 કામો પાછળ આશરે ₹19 કરોડનો ખર્ચ થયો હોવાનું સામે આવ્યું હતું. તેમાંથી 4119 કામો, એટલે કે આશરે 86 ટકા કામો, ત્રણ ક્વોટેશન મેળવીને કરવામાં આવ્યાં હતાં. આ કામોનો ખર્ચ અંદાજે ₹17.48 કરોડ હતો.
₹19 કરોડનાં મરામત કામોની સમીક્ષા બાદ નવી SOP
આ પદ્ધતિમાં મંજૂરી મેળવવામાં સમય લાગતો હોવા અને વહીવટી મુશ્કેલીઓ ઊભી થતી હોવાની નોંધ બાદ નવી SOP જાહેર કરવામાં આવી છે. તેનો હેતુ નાની-મોટી મરામત ઝડપથી પૂર્ણ કરવા ઉપરાંત સામગ્રીની ખરીદી અને વપરાશમાં નિયંત્રણ મજબૂત બનાવવાનો છે. હવે સામગ્રીનો સ્ટોક રાખવો પડશે. નવી SOP મુજબ સિવિલ અને ઇલેક્ટ્રિકલ મરામત માટે જરૂરી સામગ્રીનાં ત્રણ ક્વોટેશન મેળવીને ગુણવત્તાયુક્ત માલસામાન અધિકૃત ડીલર પાસેથી ખરીદવાનો રહેશે.
આ સામગ્રીનો પૂરતો જથ્થો કચેરીમાં રાખવો પડશે. તેના માટે નિયત નમૂના મુજબ સ્ટોક રજીસ્ટર અને ઇશ્યુ રજીસ્ટર નિભાવવાનાં રહેશે. દર મહિને પાંચમી તારીખ સુધી વર્ગ-1 અથવા વર્ગ-2ના અધિકારી દ્વારા સ્ટોકની ભૌતિક ચકાસણી કરીને પ્રમાણપત્ર આપવાનું રહેશે. જ્યારે કચેરીના વડાએ જાન્યુઆરી, એપ્રિલ, જુલાઈ અને ઓક્ટોબરની 10મી તારીખ સુધીમાં જાતે સ્ટોકની ચકાસણી કરવાની રહેશે.
નાની મરામત ઝડપથી પૂર્ણ થશે
નવી વ્યવસ્થાથી નળ લીકેજ, લાઇટ-પંખાની ખામી, વાયરિંગની સમસ્યા અને પાઇપલાઇનમાં લીકેજ જેવી મુશ્કેલીઓનો ઝડપથી ઉકેલ લાવવાની અપેક્ષા છે. સામગ્રીનો રેકોર્ડ રાખવાથી ખરીદી અને વપરાશમાં પારદર્શિતા જાળવવામાં પણ મદદ મળશે.
₹50 હજારથી વધુનાં કામ માટે ખાસ નિયમ જે કામ માત્ર સામગ્રી ખરીદવાથી પૂર્ણ ન થઈ શકે અને જેમાં કામનાં ક્વોટેશન લેવાની જરૂર પડે, તેવા કિસ્સામાં કામ શરૂ કરતાં પહેલાં સક્ષમ ઉપરી અધિકારીની લેખિત મંજૂરી મેળવવી પડશે. ₹50 હજારથી વધુનાં કામોને ખાસ મરામત ગણી ગુજરાત રાજ્ય પોલીસ આવાસ નિગમના કાર્યપાલક ઇજનેરના પરામર્શ સાથે દરખાસ્ત મોકલવાની રહેશે. મરામત અંગે મળતી ફરિયાદો અને તેના નિરાકરણની વિગતો માટે અલગ રજીસ્ટર પણ રાખવાનું રહેશે. નવી SOPથી પોલીસ મકાનોની જાળવણીમાં ઝડપ અને જવાબદારી વધારવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

Vivek Shah
વિવેક શાહ ગ્રોથ નાઉ ન્યૂઝમાં Senior Assignment Editor તરીકે કામ કરે છે. ક્રાઇમ હોય કે ઘટના, મૂળમાં ઉતરીને રિપોર્ટિંગ કરવાની આદતે તેમણે અલગ ઓળખ બનાવી છે.. તેમના દ્વારા લખાતી પોલીસ પંચાત સ્પેશયલ કોલમ ખાસ વંચાય છે.. 11 વર્ષનો બોહળો અનુભવ તેમણે મોટા નેટવર્કની વિવિધ ચેનલ્સ સાથે કામ કરીને કેળવ્યો છે





