Get News Alerts

Never miss breaking news updates.

રેશનકાર્ડ ધારકો માટે રાહતના સમાચાર, સપ્ટેમ્બરનું ખાંડ વિતરણ અને ચલણ ભરવાની મુદત 3 સપ્ટેમ્બર સુધી લંબાવાઈ

Gujarat Sugar Distribution September 2026: તહેવારોની સિઝનને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ ખાંડના વિતરણને લઈને મહત્વનો નિર્ણય કર્યો છે. અન્ન, નાગરિક પુરવઠા મંત્રી રમણભાઈ સોલંકીએ જણાવ્યું છે...
R Gajjar
R GajjarUpdated on: 31 Aug 2026 06:29 PM IST
રેશનકાર્ડ ધારકો માટે રાહતના સમાચાર, સપ્ટેમ્બરનું ખાંડ વિતરણ અને ચલણ ભરવાની મુદત 3 સપ્ટેમ્બર સુધી લંબાવાઈરેશનકાર્ડ ધારકો માટે રાહતના સમાચાર, સપ્ટેમ્બરનું ખાંડ વિતરણ અને ચલણ ભરવાની મુદત 3 સપ્ટેમ્બર સુધી લંબાવાઈ

Gujarat Sugar Distribution September 2026

Gujarat Sugar Distribution September 2026: તહેવારોની સિઝનને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ ખાંડના વિતરણને લઈને મહત્વનો નિર્ણય કર્યો છે. અન્ન, નાગરિક પુરવઠા મંત્રી રમણભાઈ સોલંકીએ જણાવ્યું છે કે સપ્ટેમ્બર-2026 માસ માટે ખાંડ સહિતની અન્ય જણસીઓના ચલણ ભરવાની છેલ્લી તારીખ લંબાવીને હવે 3 સપ્ટેમ્બર, 2026 કરવામાં આવી છે.

અંત્યોદય અને BPL કાર્ડધારકોને મળશે ખાંડ

રાજ્ય સરકાર દ્વારા જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ નોંધાયેલા અંત્યોદય અને BPL રેશનકાર્ડ ધારકોને તહેવારો દરમિયાન તેમની જરૂરિયાત મુજબ પૂરતો ખાંડનો જથ્થો મળી રહે તે માટે આગોતરું આયોજન કરવામાં આવ્યું છે.

નિયમો મુજબ પરિવારના સભ્યોની સંખ્યાના આધારે ખાંડનું વિતરણ કરવામાં આવે છે.

  • અંત્યોદય કાર્ડધારકો: ₹15 પ્રતિ કિલો

  • BPL કાર્ડધારકો: ₹22 પ્રતિ કિલો

  • ઓગસ્ટમાં જ 7,100 મેટ્રિક ટન ખાંડની ફાળવણી

આગામી તહેવારોને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે એક મહિના અગાઉ જ એટલે કે ઓગસ્ટ-2026માં પરિવારની જરૂરિયાત મુજબ ખાંડની ફાળવણી કરી હતી. અત્યાર સુધીમાં લાભાર્થીઓને કુલ 7,100 મેટ્રિક ટન ખાંડનું વિતરણ કરવામાં આવ્યું છે.

સપ્ટેમ્બર માટે 4,500 મેટ્રિક ટન ખાંડ ફાળવાઈ

સપ્ટેમ્બર-2026 માટે રાજ્યમાં કુલ 4,500 મેટ્રિક ટન ખાંડની ફાળવણી કરવામાં આવી છે. સરકારના આયોજનને પગલે તહેવારો દરમિયાન નાગરિકોને તેમની જરૂરિયાત મુજબ ખાંડ સમયસર મળી રહે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે.

ચલણ ભરવાની તારીખમાં વધારો

વાજબી ભાવની દુકાનોના સંચાલકો માટે સપ્ટેમ્બર માસની ખાંડ સહિતની અન્ય આવશ્યક ચીજવસ્તુઓના ચલણ ભરવાની અંતિમ તારીખ અગાઉની તારીખથી લંબાવીને હવે 03/09/2026 કરવામાં આવી છે.

AUTHOR
R Gajjar

R Gajjar

Rupin Bakraniya is a seasoned journalist with over 11 years of experience, he has contributed to leading media houses, including the Ahmedabad Mirror and The Indian Express. He is recognized for his analytical depth and expertise in navigating complex global and economic narratives. [email protected]